ભારતનો ‘ડ્રાઈવરલેસ’ ટ્રેનનાં યુગમાં પ્રવેશ 2025 માં 25 શહેરોમાં મેટ્રો દોડશે, નરેન્દ્ર મોદી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ભારતના હવે ‘ડ્રાઈવરલેસ ટે્રન’ના યુગમાં પર્દાપણ કર્યું છે.દેશની પ્રથમ ચાલક રહીત ટે્રનને લીલીઝંડી બતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. 2025 સુધીમાં 25 થી વધુ શહેરોમાં આ સુવિધા મળવા લાગવાનો દાવો કર્યો હતો.

દિલ્હી મેટ્રોની મજેંટા લાઈન પરની જનકપુરી વેસ્ટ-બાર્ટેનિકલ ગાર્ડર કોરીડોર પરની 37 કિલોમીટરની રેલલાઈન પર આ ડ્રાઈવર લેસ ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી છે. આ તકે સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશનો વિકાસ કેટલો ઝડપથી થઈ રહ્યો છે તે આ ડ્રાઈવરલેસ ટ્રેન પુરાવો આપે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને દેશને તૈયાર કરવાની સરકારની પ્રાથમિકતા છે. શહેરીકરણનાં વધતા વ્યાપ વચ્ચે થોડ વર્ષો પૂર્વે આગોતરા વિકાસ તરફ લક્ષ્ય આપવામાં આવ્યું હતું.

પરંતુ શહેરીકરણને આફત ગણવાને બદલે અવસર તરીકે ગણીને સરકારે યોજનાઓ ઘડીને વિકાસની દિશા પકડી છે.ઈન્ફ્રાસ્ટ્રકચર વધારીને વિકાસ સાધવાનો અવસર બનાવ્યો છે અને તેને ઈઝ ઓફ લીવીંગનું નામ આપવામાં આવ્યું છે.

તેઓએ કહ્યું કે 2014 માં માત્ર પાંચ શહેરોમાં મેટ્રો ટ્રેન સેવા હતી.અત્યારે 18 શહેરોમાં છે અને 2025 સુધીમાં 25 શહેરોમાં મેટ્રો ટ્રેન દોડવા લાગવાની છે. 2014 માં માત્ર 248 કી.મી.ની મેટ્રો લાઈન હતી જે હાલ 700 કી.મી. છે અને 2020 સુધીમાં 1700 કી.મી. કરવાનો લક્ષ્યાંક છે.

સરકારે વધતા શહેરીકરણને પડકારરૂપ ગણવાને બદલે અવસર ગણ્યો છે. મેટ્રો ટ્રેન માટે ખાસ નીતી ઘડીને ચારે તરફ લાગુ પાડી હતી. સ્થાનિક જરૂરીયાત મુજબ યોજનાઓ બનાવીને ‘મેઈક ઈક ઈન્ડીયાના’પરિપ્રેક્ષ્યમાં તે લાગુ પાડી હતી. ભારતમાં મેટ્રો કોચનું ઉત્પાદન શરૂ થતા ખર્ચ 12 કરોડને બદલે 8 કરોડ થયો છે.પ્રદુષણમાં પણ ઘણી રાહત થઈ છે ઉપરાંત લોકોને ટ્રાફીક જામમાંથી મૂકિત મળવા સાથે શ્રેષ્ઠ પરિવહન સુવિધા ઉપલબ્ધ બની છે. તેઓએ કહ્યું કે 21 મી સદીનું ભારત વૈશ્ર્વીક અર્થતંત્રનું એપી સેન્ટર બનશે.વનનેશન-વનટેકસ અર્થાત જીએસટીથી કર પ્રણાલી ઘણી સરળ થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.