કાશ્મીરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, ત્રણ આતંકીઓ ઠાર મરાયા, 2 જીવતા ઝડપાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બે જવાનો ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશનમાં કાશ્મીરમાંથી ત્રણ આતંકવાદીઓને પકડી લીધા હતા. શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરના શોપિયાઁમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આખા વિસ્તારને કોર્ડન કર્યો હતો. એ વખતે આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, એ પછી સુરક્ષાદળોના વળતા જવાબમાં એક પછી એક ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા.

2 જવાનો ઘાયલ

આતંકવાદીઓ સાથેના ફાયરિંગ વખતે બે જવાનો ઘાયલ થયા હતા. સૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે સામ-સામા ફાયરિગમાં આતંકવાદીઓ ઠાર થયા હતા. બીજી તરફ બે જવાનો પણ ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોની સ્થિતિ સુધારા પર હોવાનું કહેવાયું હતું.

સર્ચ ઓપરેશનમાં ઝડપાયા 3 આતંકી

જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન દરમિયાન કુલ ત્રણ આતંકવાદીઓ અલગ અલગ સ્થળોએથી પકડાયા હતા. જમ્મુમાંથી બે આતંકવાદીઓ શસ્ત્ર અને વિસ્ફોટક સામગ્રી સાથે પકડાયા હતા. તે ઉપરાંત પુલવામામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં એક આતંકવાદી શસ્ત્રોના જથ્થા સાથે પકડાયો હતો.

બીજી તરફ પાકિસ્તાનના નાપાક સૈન્યએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે બેફામ તોપમારો કર્યો હતો. ભારતીય ચોકીઓને અને સરહદી ગામડાંઓના નિશાન બનાવીને પાકિસ્તાની લશ્કરે ગોળીબાર ચાલુ રાખ્યો હતો. બીએસએફના જવાનોએ આ ફાયરિંગનો વળતો જવાબ આપ્યો હતો એવું ડિફેન્સ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.