અમદાવાદમાં વધુ 178 લોકો થયા સંક્રમિત, ચારનાં નિપજ્યા કરૂણ મૃત્યુ, પરિસ્થિતિ નિયંત્રણમાં

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાયો છે, લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતાં થયા છે. હોસ્પિટલોના પ્રાઇવેટ બેડમાં 80 ટકા જેટલી જગ્યાઓ ખાલી પડી છે. દરમ્યાનમાં વહિવટીતતંત્ર માટે વેક્સીનની વ્યવસ્થા ગોઠવવાની બાબત અને વાઇરસનો નવો સ્ટ્રેન એન્ટ્રી મારી દે નહીં તે જોવાની ગંભીર જવાબદારી ઊભી થઇ છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં નવા 178 કેસ નોંધાયા છે.

બીજી તરફ સારવાર દરમ્યાન 4 દર્દીઓના કરૂણ મૃત્યુ નોંધાયા છે. જ્યારે સાજા થઇ ગયેલાં 184 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ કેસોનો આંકડો 58017ને આંબી ગયો છે. જેમાંથી 2180 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે કોરોનાને હરાવીને સાજા થઇ ગયેલાં 48277 લોકોને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. દરમ્યાનમાં એકટિવ કેસો ઘટીાને 2468 થઇ ગયા છે. જેમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1277 અને પૂર્વકાંઠાના મધ્ય ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનના 1251 સારવાર હેઠળના દર્દીઓનો સમાવેશ થવા જાય છે.

દરમ્યાનમાં લંડનથી આવેલાં 4 દર્દીઓ કોરોના પોઝિટિવ નીકળતાં તેમના સેમ્પલ લઇને પૂનાની વાઇરસ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા છે. તેનું પરિણામ આવ્યા બાદ જો તેઓ વાઇરસના નવા સ્ટ્રેનના દર્દીઓ હશે તો એક નવો જ પડકાર ઊભો થશે. લંડન-યુકેથી 25-11-2020 પછી આવેલાં 408 દર્દીઓની ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ ખાનગી હોસ્પિટલો ડિ-નોટિફાઇ કરવાની કામગીરી કોરોનાના કેસો ઘટતાં શરૂ કરાઇ એવી જ રીતે ઠેર ઠેર નાખેલાં તંબુની સંખ્યા પણ ઘટાડવાનું શરૂ થશે તેમ જણાય છે. જો કે અગાઉ 30 જેટલાં તંબુ ઘટાડયા તે સમયગાળામાં જ કેસો વધતાં ઉચ્ચ અધિકારીઓને સાંભળવું પડયું હતું એટલે ફુંકી ફુંકીને આગળ વધી રહ્યાં છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.