31 ડિસેમ્બરે CBSE બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર થશે

ગુજરાત
ગુજરાત

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંક 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે સીબીએસઈ બોર્ડની પરીક્ષાનું ડેટશીટ જાહેર કરશે. નિશંકે આજે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઘણા સમયથી 10 મી અને 12 ની બોર્ડની પરીક્ષાની ડેટશીટની રાહ જોતા હતા. બધા સાથેની વાટાઘાટો, અભિપ્રાયોના આધારે બોર્ડે પરીક્ષાનું સમયપત્રક નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના પગલે પરીક્ષા અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી શકે છે.

થોડા દિવસો શિક્ષકો સાથેના વર્ચ્યુલ સંવાદમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે કહ્યું હતું કે, ફેબ્રુઆરી 2021 સુધી સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ નહીં લેવાય. ઘટાડેલા અભ્યાસક્રમના આધારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, પરીક્ષામાં 33 ટકા આંતરિક વિકલ્પ આપવામાં આવશે. કુલ અભ્યાસક્રમનો 30 ટકા સિલેબસ રદ થશે અને કેટલાક રાજ્યોએ તેની જાહેરાત કરી દીધી છે. 2021ની બોર્ડની પરીક્ષાઓ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આંતરિક પરીક્ષાઓ માટે એક ટીમ બનાવવામાં આવશે. ઘણી સીબીએસઈ શાળાઓ ગ્રામીણ વિસ્તારોમાં છે. તેથી, ઓનલાઇન પરીક્ષાઓ શક્ય નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.