ભારતની ફાસ્ટેસ્ટ ઇલેક્ટ્રિક બાઇક ક્રિડનની ડિલિવરી શરૂ થઈ, કલાક દીઠ 95 કિમીની સ્પીડ ધરાવતી આ બાઇકની કિંમત ₹1.29 લાખ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વન ઇલેક્ટ્રિકે જાહેરાત કરી કે, ક્રિડન ઇલેક્ટ્રિક બાઇકની ડિલિવરી શરૂ થઈ ગઈ છે. આ મોડેલ અત્યારે કલાક દીઠ 95 કિમીની ટોપ સ્પીડ સાથે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ સૌથી ઝડપી બાઇક છે. ક્રિડન ઇલેક્ટ્રિક બાઇકમાં મુંજાલ શોવામાંથી સસ્પેન્શન અને સીએટ ટાયર નાખવામાં આવ્યા છે. બીજીબાજુ તેનો લાઇટિંગ સેટ FIEM ઇન્ડસ્ટ્રીઝમાંથી લેવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ફુલ ચાર્જમાં 110 કિમી કરતાં વધુની રેન્જ મળશે.

ભારતમાં એક્સ-શો રૂમ કિંમત 1.29 લાખ રૂપિયા છે. બ્રાંડે જણાવ્યું કે, તેણે તેના ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સના માધ્યમથી હૈદરાબાદ અને બેંગલુરુમાં તેની ઇલેક્ટ્રિક બાઇકની ડિલિવરી શરૂ કરી દીધી છે, જેની વિગતો કંપનીની ઓફિશિયલ સાઇટ પર ઉપલબ્ધ છે. કંપનીનું એવું પણ કહેવું છે કે, ક્રિડનની ડિલિવરી જાન્યુઆરી 2021માં તામિલનાડુ અને કેરળમાં શરૂ થશે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને દિલ્હી આવશે. એક ઇલેક્ટ્રિકના ક્રિડનની કિંમત અત્યારે ભારતમાં 1.29 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે.

વન ઇલેક્ટ્રિકના CEO ગૌરવ ઉપ્પલે જણાવ્યું કે, હૈદરાબાદ અને બેંગલુરુએ પ્રિ-બુકિંગમાં ખૂબ રસ દાખવ્યો છે, તેથી આ શહેરોથી વન ઇલેક્ટ્રિકની શરૂઆત થઈ છે.
તેઓ કહે છે કે, ટેસ્ટ રાઇડ્સ અને ડીલરના ફીડબેકથી જાણવા મળ્યું છે કે, ગ્રાહકો ઇલેક્ટ્રિક બાઇકમાંથી મળી રહેલી સ્પીડ અને એક્સલન્ટ પર્ફોર્મન્સથી આશ્ચર્યચકિત થયા છે.
આ ઉપરાંત ગૌરવ કહે છે કે, ગ્રાહકો પણ ગિયરલેસ પાવરફુલ બાઇક ચલાવીને ખુશ છે.

ગૌરવ કહે છે કે, ક્રિડન 80% પ્લસ લોકલ બાઇક હોવાને કારણે એનસીઆરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અને કાચા માલના સતત વધતા ભાવોએ તેને સરળતાથી રોલઆઉટ કરવા સામે પડકાર પેદા કર્યો છે.
કંપનીનું કહેવું છે કે, તેણે વાહનની સપ્લાય ચેઇન મેનેજમેન્ટના પડકારનો અંદાજ નહોતો લગાવ્યો. જો કે, હવે મોટાભાગની અડચણો દૂર થઈ ગઈ છે અને આવનારા વર્ષમાં બ્રાન્ડ સરળતાથી ઓપરેશન કરી શકશે એવી શક્યતા છે.

આ બ્રાન્ડ અત્યારે સાઉથ અમેરિકા, આફ્રિકા અને મધ્ય પૂર્વના બજારો માટે સંખ્યાબંધ સંભવિત ભાગીદારો સાથે વાતચીત કરી રહી છે.

ગૌરવે કહ્યું કે, વન ઇલેક્ટ્રિક આફ્રિકન માર્કેટમાં પ્રવેશવા માટે વાટાઘાટોના છેલ્લા તબક્કે છે અને પૂર્વ આફ્રિકાના બોડા બોડા નામની ટેક્સી સેગમેન્ટ બ્રાન્ડમાં વિશેષ રસ ધરાવે છે અને આ આગામી 3-4 મહિનામાં ટ્રાયલ શરૂ કરવાનો ઇરાદો રાખે છે.

જો કે, કંપનીએ વચન પણ આપ્યું છે કે, નિકાસ બજારોમાં ડિલિવરી ભારત માટે ટાર્ગેટ રોલઆઉટ કર્યા બાદ જ શરૂ થશે અને તેને વ્યવસ્થિત રીતે કરવામાં આવશે. વન ઇલેક્ટ્રિકે 2021ના ​​અંત સુધીમાં 3 મહાદ્વીપોમાં પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.