થર્ડ અમ્પાયરના ર્નિણય સામે વિવાદ – શેન વોર્ને કહ્યું- ટિમ પેન આઉટ હતો, તેનું બેટ ક્રિઝની અંદર આવ્યું જ ન હતું

Sports
Sports

મેલબર્ન,
ભારત સામે બોક્સિંગ-ડે ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેનને થર્ડ અમ્પાયરે રન આઉટ આપ્યો ન હતો. આ ર્નિણયને લઈને વિવાદ સર્જાયો છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના સ્પિનર શેન વોર્ને થર્ડ અમ્પાયરના આ ર્નિણયને ખોટો ગણાવ્યો છે. વોર્ને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે થર્ડ અમ્પાયર દ્વારા ટિમ પેનને રન આઉટ ન અપાતાં હું હેરાન છું. મારા હિસાબે તેનું બેટ ક્રિઝની અંદર આવ્યું જ ન હતું.
મેચની પ્રથમ ઈનિંગમાં ૫૫મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો બેટ્‌સમેન કેમરુન ગ્રીન શોટ રમીને રન માટે દોડ્યો હતો. ગ્રીને પહેલા ના પાડી હતી, પછી રન માટે દોડ્યો હતો. ત્યાર પછી નોન-સ્ટ્રાઈક પર રહેલા ટિમ પેન પણ રન માટે દોડ્યો હતો. ત્યારે બોલ વિકેટકીપર ઋષભ પંતના હાથમાં આવ્યો, તેણે સ્ટમ્પ પાડી દીધા હતા.
ટીવી-રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે પેનનું બેટ ક્રિઝ ઉપર હતું. નિયમો મુજબ, જાે કોઈ બેટ્‌સમેનનું બેટ ક્રિઝલાઈન પર હોય તો તે આઉટ હોય છે, પરંતુ થર્ડ અમ્પાયરે પેનને આઉટ આપ્યો ન હતો. ટિમ પેન ૧૩ રન બનાવી આઉટ થયો હતો. સ્પિનર અશ્વિનની ઓવરમાં તે આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં ૧૯૫ રન બનાવી શકી હતી. બુમરાહે સૌથી વધારે ૪ વિકટ લીધી હતી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.