બ્રિટનથી આવેલા વધુ 11 કોરોના પોઝીટીવ: નવા સ્ટ્રેનની ચકાસણી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યા બાદ યુરોપના અનેક દેશોમાં તે પ્રસરી ગયો છે અને ભારતમાં આ નવા અવતારને રોકવા માટે લેવાયેલા પગલામાં લંડનથી આવેલા વધુ 11 લોકો કોરોના પોઝીટીવ જાહેર થયા બાદ તેઓને તાત્કાલીક આઈશોલેશનમાં મોકલાયા છે અને તેઓ નવા સ્ટે્રનનો શિકાર બન્યા છે કે કેમ તેની તપાસ કરવા તેમના નમુના પુનામાં નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલાયા છે.કેરાળા આવેલા આઠ લોકો અને ઉતર પ્રદેશના પાટનગર લખનૌ પહોંચેલા એક જ પરિવારના ત્રણ લોકોને વિમાની મથકે તપાસ બાદના મોનેટરીંગમાં તેઓ પોઝીટીવ જાહેર થયા હતા અને હાલ સારવાર હેઠળ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.