ઉત્તર ભારતમાં શીતલહેર થશે, પંજાબમાં ધુમ્મસ, લુધિયાણામાં પારો 1.6 સેલ્સિયસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવા વર્ષે ઠંડી ફરી એક વખત લોકોને હેરાન કરી શકે છે. પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી બરફવર્ષાને કારણે હવામાન વૈજ્ઞાનિકોએ 30 અને 31 ડિસેમ્બરથી મેદાની વિસ્તારમાં કોલ્ડવેવની ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે 29 ડિસેમ્બરથી જ ઠંડી શરૂ થઈ જશે. ચંદીગઢમાં આગામી 48 કલાકમાં વાદળ છવાશે એવી ચેતવણી આપવામાં આવી છે, સાથે જ ભોપાલમાં 9 દિવસ પછી પારો સામાન્ય પર પહોંચી ગયો છે.

રાજ્યના ઊંચાણવાળા વિસ્તારમાં હવામાન આજથી બદલાશે. આ બધાની વચ્ચે કિન્નૌર, લાહૌલ-સ્પિતિ તથા ચંબાનાં ઊંચાં શિખરો પર બરફવર્ષા થશે. મેદાની વિસ્તારમાં વરસાદ પડશે. રાજ્યનાં 8 શહેરનું ન્યૂનતમ તાપમાન ગગડ્યું છે. સોલન, સુંદરનગર, ભુંતર, ઉના, કાંગડા, બિલાસપુર અને હમીરપુરની રાત શિમલા કરતાં વધુ ઠંડી થઈ ગઈ છે. શિમલાનું ન્યૂનતમ તાપમાન 4 ડીગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું છે. 28 ડિસેમ્બરે પણ રાજ્યમાં વરસાદ અને બરફવર્ષા થશે.

મધ્યપ્રદેશમાં શીતલહેર સાથે ઠંડીની વિદાય થાય એવા અણસાર છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, 30 અને 31 ડિસેમ્બરે ઠંડી પડી શકે છે. આ જ કારણે પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઈ રહી છે. 29 ડિસેમ્બરથી ઠંડી વધવાની શરૂઆત થઈ શકે છે. રાજધાની ભોપાલમાં શુક્રવારે ન્યૂનતમ તાપમાન 10.4 ડીગ્રી રહ્યું હતું. આ પારો નવ દિવસ પછી સામાન્ય પર પહોંચી ગયો હતો.

જલંધર, હોશિયારપુર, નવાંશહર સહિત અમૃતસર, લુધિયાણા, મોહાલીમાં 27 ડિસેમ્બરે ઝરમર વરસાદના અણસાર છે. રાતે ભારે ઠંડી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હવે ધુમ્મસ વધશે. હવે ઉત્તર દિશાથી પવન ફૂંકાઈ રહ્યો છે, જેનાથી દિવસમાં તાપ હોવા છતાં ઠંડી વધી રહી છે. જોકે ભટિંડા, મોહાલી, લુધિયાણા, પટિયાલામાં દિવસનો પારો 20 ડીગ્રી કરતાં ઉપર છે, જ્યારે રાતમાં સૌથી ઠંડો 1.6 ડીગ્રી લુધિયાણા જિલ્લો રહ્યો છે. અહીં રાત અને દિવસના પારામાં સૌથી વધુ 18.4 ડીગ્રીનું અંતર રહ્યું.

રાજ્યમાં ઠંડી ફરી વધવા માંડી છે. હિસાર અને કરનાલમાં શુક્રવારે રાતનું તાપમાન 2.5 ડીગ્રી રહ્યું, જે સામાન્ય કરતાં 5 ડીગ્રી ઓછું છે. દિવસમાં ક્યાંક ક્યાંક વાદળ પણ છવાયાં. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 27 ડિસેમ્બરથી હવામાનનો મિજાજ બદલાવાની શક્યતા છે. ઉત્તર હરિયાણાના પંચકૂલા, યમુનાનગર, અંબાલા, કુરુક્ષેત્ર, કરનાલ તથા આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. અન્ય વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ધુમ્મસની અસર જોવા મળી શકે છે. 28 અને 29 ડિસેમ્બરે હરિયાણામાં શીતલહેર અને હિમ પડવાની સંભાવના છે. આનાથી રાતનું તાપમાન 3થી 5 ડીગ્રી ઘટી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.