કોરોનાની ગાઈડલાઈનનું સત્યાનાશ વાળતા પાસ નેતા અલ્પેશ કથીરિયા, ફાર્મહાઉસમાં ડાયરો કરીને ઉજવ્યો જન્મદિન

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા પુરાવા સામે આવી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા નાગરિકો પાસેથી નિયમોના નામે દંડ ઉઘરાણી કરાવાય છે, પરંતુ અનેક મહાનુભાવો એવા છે જેઓ મોટા કાર્યક્રમો યોજીને છટકી જાય છે. ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલ ડાયરામાં લોકોનો જમાવડો થયાના 24 કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના બની છે. સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા એ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા છે. અલ્પેશ કથીરિયાના જન્મદિવસનો એક વીડિયો વાયરલ થયો છે.

ફાર્મહાઈસમાં ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળે વળેલા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે અલ્પેશ કથીરિયા સહિત 3 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. સહજાનંદ ફાર્મ હાઉસના મલિક બુટાણીની પણ અટકાયત કરાઈ છે. સાથે જ 1 ASI અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર ઘટના મામલે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

મધ્યરાત્રિએ 12 વાગ્યે જન્મદિવસ ઉજવાયો હતો

ગઈકાલે 12 વાગ્યે સુરતના એક ફાર્મહાઉસમાં અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ડાયરના આયોજન સાથે જન્મદિવસના પ્રસંગે ભીડ એકઠી કરવામાં આવી હતી. ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા અને માસ્ક વિના લોકો ઉમટ્યા હતા. કોઈ પણ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું ન હતું. જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે.

તેમજ રાત્રિ કરફ્યૂ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં લોકો કેવી રીતે એકઠા થયા તે મોટો સવાલ છે. સાથે જ જમવાનુ આયોજન પણ કરાયું હતું. રાત્રિ કરફ્યૂમાં કાર્યક્રમોના આયોજન પર બ્રેક લગાવાઈ છે ત્યારે કેવી રીતે આ પ્રકારનું આયોજન કરાયું હશે.

મિત્ર મંડળ અને ટીમ દ્વારા આયોજન કરાયું હતું. વીડિયો વાયરલ થયો છે તે સ્વીકારુ છું કે મારી ગંભીર ભૂલ છું. પણ આ માત્ર 15-20 મિનીટનું જ આયોજન હતું. જેનો આ વીડિયો છે. 120નું જમણવાર હતું, તેનાથી વધુ લોકો એકઠા થયા નથી. માઈકમાંથી અમે ઘણીવાર સૂચના આપી હતી. પણ માત્ર 15-20 મિનીટમા જ ભીડ એકઠી થઈ હતી. આ પ્રકારની ઉજવણી યોગ્ય નથી. એ ભૂલ હતી, અને હું સ્વીકારુ છું. નરેન્દ્ર મોદી, સીઆર પાટીલ અને વિજય રૂપાણી પર કાર્યવાહી થાય તો તમામ પ્રકારની કાર્યવાહી મારા પર લાગુ થવી જોઈએ. કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. ગુજરાતમાં કાયદો દરેક નાગરિક માટે સરખો છે. જે રીતે રેલી અને જાહેરસભાના વીડિયો વાયરલ થયા તે રીતે તમામ પર જેમ કાર્યવાહી થઈ છે તે મારા પર થવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.