નાણાકીય વર્ષ 20 માટેની જીએસટી વાર્ષિક રીટર્ન ફાઈલ કરવાની મુદત વધી

Business
Business

હવે 31 માર્ચ 2021 સુધી ભરી શકાશે

દેશના કરોડો જીએસટી કરદાતાઓને મોટી રાહત આપતા નાણા મંત્રાલયે ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)ના વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારીને 31 માર્ચ 2021 કરી છે. અગાઉ તે 31 ડિસે. હતી. નાણાકીય વર્ષ 2019-20નું રીટર્ન હવે માર્ચ 2021 સુધીમાં ફાઈલ કરી શકાશે. હારથી કોંગ્રેસની સ્થિતિ ઉપરાંત 2018-19નું રીટર્ન પણ મહત્વની તારીખ ડિસે 31 હોવાથી સરકારે હવે 2019-20ના રીટર્ન ફાઈલની મુદત વધારી છે. જીએસટીના કરદાતાઓએ જીએસટીઆર-9 અને 9-સી ભરવાના હોય છે.

જીએસટીઆર-9 એ દરેક જીએસટી કરદાતાએ ભરવાનું હોય છે પછી તેનું ટર્નઓવર જે પણ હોય તેનાથી કોઈ ફર્ક પડતો નથી.તો જીએસટીઆર-9-સી એ જેઓને ઓડીટેડ હિસાબ રજુ કરવાના હોય છે. તેઓએ ફાઈલ કરવાનું હોય છે.હાલ કોરોનાની સ્થિતિ યથાવત છે અને તેથી સરકારે આ મુદત વધારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.