માઉન્ટ આબુમાં સતત 11મા દિવસે પણ બરફ જામ્યો, કાશ્મીરમાં તળાવો-ઝરણાં થીજવા લાગ્યાં

ગુજરાત
ગુજરાત

પહાડી વિસ્તારોમાં સ્નો ફોલને કારણે ઠંડી વધી ગઈ છે. કાશ્મીરમાં નદી-ઝરણાં જામવા લાગ્યાં છે. બીજી બાજુ, રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત 11 દિવસથી બરફ જામ્યો છે. આજે તાપમાન 1 ડીગ્રીની આસપાસ છે. આગામી દિવસોમાં મેદાન વિસ્તારમાં ઠંડા પવનને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, જ્યારે ઉત્તરાખંડમાં 27 ડિસેમ્બરે વરસાદ થઈ શકે છે.

હિમાચલના દરેક જિલ્લામાં ખૂબ ઠંડી પડી રહી છે. પહાડો પર હિમવર્ષાને કારણે ઠંડી પણ વધી ગઈ છે. લાહોલ સ્પિતિના કાજામાં 3720 મીટર ઊંચાઈ પર તાપમાન માઈનસ 20 ડીગ્રી હોવા છતાં અહીં આઈસ હોકી કેમ્પ ચાલી રહ્યો છે. અહીં દેશની સૌથી ઊંચી આઈસ હોકી રિંગ છે.

બે-ત્રણ દિવસની સામાન્ય રાહત બાદ પરદેશમાં ઠંડીમાં વધારો થયો છે. હવામાનશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતમાં હિમવર્ષાની હવે અસર વર્તાશે. ભોપાલમાં રાત્રે તાપમાનમાં 1થી 2 ડીગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. બીજી તરફ, શહડોલ વિભાગના છતરપુર, રીવા અને પન્ના જિલ્લામાં શીત લહેરની સંભાવના છે. સીધી અને નરસિંહપુર જિલ્લામાં કોલ્ડ વેવ જોવા મળી શકે છે. આ સ્થાનો માટે ઠંડીને લઈને યલો અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 11 દિવસથી ખૂબ ઠંડી પડી રહી છે. અહીં 11 દિવસથી ઝાકળનાં બિંદુ પણ બરફ બની જાય છે. ગુરુવારે લઘુતમ તાપમાન 1 ડીગ્રી અને મહત્તમ 21.4 ડીગ્રી નોંધવામાં આવ્યું છે. આ પહેલાં બુધવારે લઘુતમ તાપમાન 0.4 ડીગ્રી અને મંગળવારે 0 ડીગ્રી નોંધાયું હતું. રાજ્યનાં બાકી શહેરોમાં ઠંડા પવનથી રાહત મળી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સાથે સાથે તાપમાન આજે 3 ડીગ્રી રહેવાનો અંદાજ છે. આગામી દિવસોમાં તાપમાન 3-4 ડીગ્રી વચ્ચે રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, લુધિયાણામાં આજે અને આવતીકાલે 2 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ગાઢ ધુમ્મસ પણ છવાયેલું છે. અમૃતસરમાં ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી વિઝિબિલિટી ઝીરો રહેશે. ત્યાર પછી સામાન્ય તડકો રહેશે અને સાંજ પડતાં પાછું ધુમ્મસ છવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે પણ આ જ સ્થિતિ રહેશે. 27 ડિસેમ્બરે સામાન્ય વરસાદ રહી શકે છે.

રાયપુર સહિત રાજ્યમાં ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. રાત્રે તાપમાન 1થી 3 ડીગ્રી સુધી વધ્યું. છત્તીસગઢમાં સૌથી ઠંડી જગ્યા જગદલપુર રહી. અહીં મિનિમમ ટેમ્પરેચર 8.1 ડીગ્રી નોંધાયું છે. શુક્રવારે ઉત્તર છત્તીસગઢ સહિત અમુક વિસ્તારોમાં ભારે ઠંડી જોવા મળી હતી. ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાયપુરનું તાપમાન 3 ડીગ્રી ઓછું થવાની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.