રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજકોટ એરપોર્ટ પર ટૂંકુ રોકાણ કર્યુ, રેડ કાર્પેટથી સ્વાગત, દિવ જવા રવાના

ગુજરાત
ગુજરાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પત્ની સાથે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર રેડ કાર્પેટથી રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતા. રાજકોટ એરપોર્ટ પર તેઓએ ટૂંકુ રોકાણ કર્યુ હતું અને હેલિકોપ્ટર મારફત દિવ જવા જવાના થયા હતા. દિવમાં આજથી 28 ડિસેમ્બર સુધી રોકાણ કરી નાતાલ પર્વની ઉજવણી કરશે. દિવમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે.

દિવ પહોંચી રાષ્ટ્રપતિ બપોર બાદ 1.55 વાગ્યે જલંધર સર્કિટ હાઉસનું લોકાર્પણ કરશે. 26 ડિસેમ્બરે સવારે 10.35 વાગ્યે ગંગેશ્વર મંદિરના દર્શન કરશે. તેમજ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજકોટ એરપોર્ટ પર રાષ્ટ્રપતિના આગમનને લઈને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાષ્ટ્રપતિના રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણને પગલે એરપોર્ટ તેમજ એરપોર્ટ ફરતે પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંદોબસ્તમાં અધિકારીઓ સહિત 700 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.