ટેક્નો એ સૌથી સસ્તા 4 જીબી ડિવાઇસ સાથે 10 હજાર રૂપિયાથી ઓછી રેન્જની કિમતના મોબાઇલ માર્કેટમાં તેનું નેતૃત્વ મજબૂત કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટેક્નો એ સૌથી સસ્તા 4 જીબી ડિવાઇસ સાથે 10 હજાર રૂપિયાથી ઓછી રેન્જની કિમતના મોબાઇલ માર્કેટમાં તેનું નેતૃત્વ મજબૂત કર્યું

• સ્પાર્ક 6 ગો 25 ડિસેમ્બરે બપોરે 12 કલાક થી ફ્લિપકાર્ટ (https://rb.gy/checcx) પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
• ગ્રાહકો નવા સ્પાર્ક 6 ગો ફોનને માત્ર 8499 રૂપિયામાં ખરીદી શકે છે (આ મર્યાદિત સ્ટોક ફેસ્ટિવ ઓફર છે)
• આ મર્યાદિત ઓફર પછી સ્પાર્ક 6 ગો માત્ર 8699 રૂપિયાના ભાવે મળશે.
• સ્પાર્ક 6 ગો દેશભરના ઓફલાઇન રિટેલ આઉટલેટ્સમાં 7 જાન્યુઆરી 2021 થી પણ ઉપલબ્ધ થશે.

નવી દિલ્હી, 22 ડિસેમ્બર 2020: વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ, ટેક્નોએ આજે ટેક્નો સ્પાર્ક 6 ગો લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં તે કંપનીનો લોકપ્રિય સ્પાર્ક સિરીઝનો 4 જીબી + 64 જીબી સ્ટોરેજ સાથેનો સૌથી પહેલો સસ્તો ફોન છે. સ્પાર્ક શ્રેણીની સફળતાથી પ્રોત્સાહિત અને ક્રિસમસની ખુશીની ઉત્તેજના અને ઉત્સાહ વચ્ચે, ટેક્નો બ્રાન્ડે ડિજિટલ યુગના ઝડપી ગતીની માંગ ધરાવતા લોકોના સ્માર્ટફોનના અનુભવને વધુ આગળ વધાર્યો છે જેઓ સ્માર્ટફોન્સમાં સૌથી શ્રેષ્ઠ ફીચર્સ અને સુવિધાઓની ઈચ્છા ધરાવે છે.
સ્પાર્ક સીરીઝના બીજા ફોન માં હોય તે તમામ ફીચર્સ અને સુવિધાઓ ટેક્નો સ્પાર્ક 6 ગો માં છે, જેના કારણે ટેક્નો ભારતીય ગ્રાહકોમાં લોકપ્રિય બન્યો છે. નવી ટેક્નો સ્પાર્ક 6 ગો માં 6.52 ઇંચની એચડી + ડોટ-નોચ ડિસ્પ્લે છે. ફોનમાં 5000 એમએએચની વિશાળ બેટરી છે. તે 13 MP ડ્યુઅલ રીઅર કેમેરાથી સજ્જ છે, જેમાં ડ્યુઅલ ફ્લેશલાઇટ છે, જેનાથી ઓછા પ્રકાશમાં ખૂબ જ સારા અને સ્પષ્ટ પીકચર આવે છે. તેમાં માઇક્રો સ્લિટ ફ્રન્ટ ફ્લેશ સાથે 8 એમપી એઆઈ સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે.
ટ્રાન્સિયાન ઈન્ડિયાના સીઇઓ શ્રી અરિજિત તાલાપાત્રાએ કહ્યું કે, “કંપનીએ 2020 માં સ્પાર્ક સિરીઝમાં 6 હજાર થી 10 હજાર રૂપિયાની કિંમતવાળા સ્માર્ટફોનની સફળતાને કારણે અભૂતપૂર્વ વૃદ્ધિ કરી છે, જેને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે . સ્પાર્ક 6 ગો, જે સ્પાર્ક સિરીઝના સ્માર્ટફોન હાઉસમાંથી બહાર આવેલ છે, તે એટલું સરસ ઉત્પાદન છે, જે 10,000 થી ઓછી કિંમતના સ્માર્ટફોન ની રેન્જમાં ટેક્નોના નેતૃત્વને નવા સ્તરે લઈ જશે. અન્ય કંપનીના સ્માર્ટફોનની તુલનામાં, વપરાશકર્તાઓને ખૂબ ઓછી કિંમતે વધુ સ્ટોરેજ સુવિધાઓ મળે છે. નવી સ્માર્ટફોન ઓફર કંપનીના ઉદ્દેશ્યને આગળ વધારશે જેમાં કંપની બજેટ ક્ષેત્રમાં પ્રોસેસિંગ અને મલ્ટિ-ટાસ્કિંગનો ઉત્તમ અનુભવ ઇચ્છતા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માંગે છે. ”

સ્પાર્ક 6 ગો, આઇસ ઝેડીયેટ, મિસ્ટ્રી વ્હાઇટ અને એક્વા બ્લુ 3 આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે.

મુખ્ય વિશીષ્ટ્તાઓ
• ઝડપી અને શ્રેષ્ઠ અવિરત રજુઆત માટે વધારે મેમરી.
સ્પાર્ક 6 ગો 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપે છે, જેને 512 જીબી સુધી વધારી શકાય છે. આ વિશીષ્ટ્તા તમને આ કિમતના કોઈપણ સ્માર્ટફોનમાં મળતી નથી . આ ફોન વપરાશકર્તાઓને અનુકૂળ રીતે મલ્ટિટાસ્કીંગનો અનુભવ કરવા માટે તમામ સુવિધાઓથી સજ્જ છે. તેમાં એપ્લિકેશન્સ, સંગીત અને વિડિઓ ને રાખવા માટે પૂરતી જગ્યા છે. આ સાથે, આ ફોન તમને એક એપ્લિકેશનથી બીજી એપ્લિકેશનમાં ઝડપથી આગળ વધવા માટે સક્ષમ બનાવે છે.

• મોટી, શક્તિશાળી અને લાંબા સમય સુધી ચાલતી બેટરી
વપરાશકર્તાઓને વધુને વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવવા માટે, સ્પાર્ક 6 ગોમાં મોટી 5000 એમએએચની બેટરી છે. તેમાં 40 દિવસનો સતત સ્ટેન્ડબાય સમય મળે છે. વપરાશકર્તાઓને 54 કલાકનો કોલિંગ સમય, 15 કલાકનો વેબ બ્રાઉઝિંગ સમય, 16 કલાકનો ગેમ રમવાનો, 22 કલાકનો વિડિઓ પ્લેબેક સમય, અને 146 કલાકનો મ્યુઝિક પ્લેબેક ઓફર પણ મળે છે.

• સંપૂર્ણ ફોટોગ્રાફી ના અનુભવ માટે શક્તિશાળી કેમેરો

સ્પાર્ક -6 ગો 13 એમપી + એઆઇ લેન્સ કેમેરા સેટઅપથી સજ્જ છે. તેના પ્રાથમિક કેમેરામાં 1.8 નું છિદ્ર છે, જે 4 ઘણા ઝૂમ સાથે સ્પષ્ટ ફોટા લે છે. તે ડ્યુઅલ ફ્લેશલાઇટથી સજ્જ છે, જે વપરાશકર્તાઓને ઓછા પ્રકાશમાં વધુ સારા ફોટા લેવા માટે સક્ષમ બનાવે છે. એઆઈ ઓટો સીન ડિટેક્શન મોડ, બેકગ્રાઉન્ડ બોકેહ મોડ, એઆઈ સ્ટીકર, એઆઈ બ્યૂટી મોડ એક સાથે મળીને આ સ્માર્ટફોન સાથે એક મહાન ફોટોગ્રાફીનો અનુભવ પ્રદાન કરે છે.

સ્પાર્ક 6 ગો ના ફ્રન્ટ પર માઇક્રો સ્લિટ ફ્રન્ટ ફ્લેશ સાથે 8 એમપીનો સ્ટાઇલીશ એઆઈ સેલ્ફી કેમેરો છે.

• વિડિયો નો અદભૂત અનુભવ જોવા માટે મોટી 6.52 ડોટ નોચ એચડી ડિસ્પ્લે
સ્પાર્ક 6 ગો માં 6.52-ઇંચની મોટી નોચ એચડી + ડિસ્પ્લે છે જેમાં 20: 9 રેન્જ અને 1600×720 રિઝોલ્યુશન છે, જે વપરાશકર્તાઓને જોવાનો ઉત્તમ અનુભવ આપે છે. સ્ક્રીનનો બોડી રેન્જ 89.7 ટકા અને 480 નીટ્સની તેજ સાથે, તે સતત વિડિઓ જોવાનો એક મનોરંજક અનુભવ પ્રદાન કરે છે.
વધારાની સુરક્ષા માટે ઝડપી અને સ્માર્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર સ્પાર્ક 6 ગો સ્માર્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર્સ થી સજ્જ છે. આની સાથે, સ્માર્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર કોઈપણ વપરાશકર્તાને કોલ રેકોર્ડ કરવા, ફોટા લેવા, એલાર્મ બંધ કરવાની સાથે 0.2 સેકંડમાં ઝડપી અનલોકિંગ પણ કરે છે. ફેસ અનલોક ફોનને આંખોથી અનલોક થવાથી અટકાવે છે. સારી લાઇટવાળી સ્ક્રીન છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.