પાલનપુર તાલુકાના લુણવા ખાતે દશેરાના પાવન પર્વ નિમિત્તે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મહાકાળી યુવક મંડળ દ્વારા આયોજિત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. મહાકાળી યુવક મંડળ દ્વારા ઠાકોર સમાજ માટે નવ દિવસીય ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા ખેલૈયાઓએ નવ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવી હતી.
દશેરાના દિવસે, ઠાકોર વાસમાંથી માતાજીનો ગરબો ઉપાડીને આ શોભાયાત્રા શરૂ થઈ હતી. સમગ્ર ગામમાં ફરીને આ યાત્રા મા અંબાના મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોથી લઈને વડીલો સુધી, મોટી સંખ્યામાં લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

