પોરબંદર જિલ્લામાંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સહકારી ક્ષેત્રના સભાસદોએ ૨૦, ૦૦૦થી વધુ આભાર પત્રો લખ્યા


જીએસટીમાં ઘટાડો, સહકારી માળખામાં સુધારો, ગ્રામ્ય અર્થતંત્રને ગતિશીલ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયોને આવકાર

(જી.એન.એસ) તા. 27

પોરબંદર,

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ–૨૦૨૫ અંતર્ગત ગુજરાતભરમાંથી આભારપત્રો લખવાના વિશાળ અભિયાનની શરૂઆત થઈ છે.

 સભાસદો દ્વારા શરૂ કરાયેલા આ સ્વયંભૂ આ અભિયાન હેઠળ પોરબંદર જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ (સુદામા ડેરી) સાથે સંકળાયેલા હજારો ખેડૂતો, પશુપાલકો અને સભાસદોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતાં કુલ ૨૦,૦૦૦ પોસ્ટકાર્ડ લખ્યા હતા. મહિલા સભાસદો પણ આ અભિયાનમાં સહભાગી થઈ છે.

 ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્ર સાથે વધુને વધુ જોડાવા પ્રોત્સાહિત કરવાનો અને રોજગારી તકો ઉભી કરવાની દિશામાં સહકારથી સમૃદ્ધિના અભિગમ મજબૂત કરવાના વડાપ્રધાનના નેતૃત્વમાં લેવાયેલા નિર્ણયો પ્રત્યે આભારની લાગણી સભાસદો વ્યક્ત કરી રહ્યા છે.

વડાપ્રધાનશ્રીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરીને “સહકારથી સમૃદ્ધિ” પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો-પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો,યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. સાથે જ જી.એસ.ટી. અમલીકરણ તથા સ્વદેશી અભિયાનને વેગ મળ્યો છે.

પોરબંદર જિલ્લાના સહકારી કાર્યકરો, સભાસદો તથા દુધઉત્પાદક પશુપાલકોએ વડાપ્રધાનશ્રીના આ પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *