સરહદી પંથક થરાદ વિસ્તારમાં વધુ વરસાદ પડવાને લઈને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.જેમાં થરાદ તાલુકાના અનેક ગામોને જોડતા રોડ રસ્તા ધોવાઈ તેમજ તૂટી ગયા હતા.જો કે વરસાદના વિરામ બાદ તંત્ર દ્વારા તેનું સમારકામ હાથ ધરીને રિપેરિંગ કરવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાલનપુર હસ્તકના થરાદ તાલુકાના વિવિધ રસ્તાઓ પર ચોમાસામાં ભારે વરસાદના કારણે રોડ ઉપર પડેલ ખાડાઓમાં પેચવર્ક તથા પેવર પટ્ટાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેની લોકો દ્વારા ખુબજ સરાહના કરવામાં આવી રહેલ છે. જેમાં થરાદ શહેરના અતિ મહત્વના ગણાતા રસ્તો થરાદ માર્કેટયાર્ડ રોડ (બાયપાસ રોડ) અને વજેગઢ નાનીપાવડ રોડના શરૂઆતમાં જ વરસાદી પાણી ભરાવવા કારણે તેમાં મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હતા. જેમાં તંત્ર દ્વારા આ ભાગનું રેઈજીંગ કરી પેવર પટ્ટાની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીને લઈ લોકોમાં ખુશી છવાઈ ગઈ છે.

