પાટણ એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપી

પાટણ એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપી

વિદેશી દારૂની ૪૫૦૫ બોટલો સાથે કુલ રૂ.૧૫ લાખથી વધુ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો

પાટણ એલસીબી ટીમે સિધ્ધપુર હાઈવે પર થી વિદેશી દારૂનો જથ્થો ભરેલી લેલન ગાડી સાથે એક ઈસમને ઝડપી વિદેશી દારૂની ૪૫૦૫ બોટલો સાથે કુલ રૂ.૧૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક  વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબિશનને લગતી ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો સિધપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમમ્યાન મળેલ બાતમીના આધારે સિધ્ધપુર હાઈવે પર સુજાણપુર પાટીયા પાસે રોડ ઉપર નાકેથી બાતમી વાળી લેલન ગાડી નંબર GJ-07-12-4318 નિકળતા તેને ઉભી રાખી ચેક કરતા ગાડીમાં વાસની પટ્ટીઓની આડમાં ગેર કાયદેસર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૦૫૫ કિ.રૂ.૧૦,૦૯,૭૫૮ મળી કુલ રૂ.૧૫,૦૯,૭૪૯ ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી સિધ્ધપુર પો.સ્ટે.ખાતે ગુનો નોધાવી ગુનામા સંડોવાયેલા અન્ય બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *