ડીસામાં નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શુભમ પાર્ટી પ્લોટ ખાતે “સ્ત્રી સમાજ” દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની ઉપસ્થિતિમાં થયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શશિકાંત પંડ્યાએ માં અંબાની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, “નવરાત્રિ દરમિયાન ડીસામાં હોવું અને ખાસ કરીને માં અંબાની આરાધના કરવા પંડાલમાં આવવું એની એક અલગ જ અનુભૂતિ હોય છે.” તેમણે ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગની પણ પ્રશંસા કરી. ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને તેમણે પણ ગરબાના રંગમાં રંગાઈને નવરાત્રિની અનોખી ઉર્જાનો અનુભવ કર્યો હતો.
સ્ત્રી સમાજ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને આ તહેવારની ઉજવણી કરી હતી.

