વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાને આ આર્થિક મદદના બદલામાં પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરેબિયાના હાથમાં સોંપી દીધી છે. પ્રિન્સ સલમાનની આ ગૂઢ રણનીતિ
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રિયાધમાં એક ઐતિહાસિક વ્યૂહાત્મક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થયા છે. આ સોદાથી પાકિસ્તાન ખુશખુશાલ છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ કરાર પાકિસ્તાન કરતાં સાઉદી અરેબિયા માટે વધુ ફાયદાકારક છે. આ સોદાનું સૌથી મોટું રહસ્ય પાકિસ્તાનની પરમાણુ શક્તિમાં છુપાયેલું છે.
પરમાણુ છત્ર : પ્રિન્સ સલમાનની રણનીતિ
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એક કુશળ રાજનીતિજ્ઞ છે અને આ સોદો તેમની દૂરંદેશીનું પરિણામ છે. સાઉદી અરેબિયા પાસે પરમાણુ શસ્ત્રો નથી, જ્યારે પાકિસ્તાન એક પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે. આ સંરક્ષણ કરાર મુજબ, એક દેશ પર થયેલો હુમલો બીજા દેશ પર થયેલો હુમલો ગણાશે. નિષ્ણાતોનું માનવું છે કે આ સોદા હેઠળ, પાકિસ્તાન સાઉદી અરેબિયા માટે ‘પરમાણુ છત્ર’ તરીકે કામ કરશે. જો ભવિષ્યમાં સાઉદી અરેબિયા પર કોઈ હુમલો થાય છે, તો પાકિસ્તાનને તેના પક્ષે યુદ્ધમાં જોડાવાની ફરજ પડશે, જે પાકિસ્તાનની પરમાણુ શક્તિનો પરોક્ષ ઉપયોગ સુનિશ્ચિત કરશે.
પાકિસ્તાનની ખુશી અને વાસ્તવિકતા
આર્થિક સંકટથી ઝઝૂમી રહેલું પાકિસ્તાન આ સોદાને આર્થિક સહાય મેળવવાની તક તરીકે જોઈ રહ્યું છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને અબજો ડોલરની સહાય આપી છે અને આ સોદા બાદ પણ આર્થિક મદદ ચાલુ રહેવાની શક્યતા છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાને આ આર્થિક મદદના બદલામાં પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરેબિયાના હાથમાં સોંપી દીધી છે. જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ આ સોદાથી ખુશ છે, ત્યારે પ્રશ્ન એ છે કે શું તેઓ પ્રિન્સ સલમાનની આ ગૂઢ રણનીતિને સમજી શક્યા છે?
ભારત પર શું અસર ?
આ સોદાની ભારત પર સીધી નકારાત્મક અસર થવાની શક્યતા નથી. સાઉદી અરેબિયાના ભારત સાથે ગાઢ સંબંધો છે. ભારત સરકારે પણ આ સોદા અંગે અગાઉથી જાણકારી હોવાનું જણાવ્યું છે. આમ, આ સોદો ક્ષેત્રીય શક્તિ સંતુલન જાળવી રાખવા માટે સાઉદી અરેબિયાની નવી વ્યૂહરચનાનો એક ભાગ છે.

