ટ્રમ્પે કડક ચેતવણી આપી, “ઝેલેન્સ્કીએ સમાધાન કરવું પડશે અને યુરોપે હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે”

ટ્રમ્પે કડક ચેતવણી આપી, “ઝેલેન્સ્કીએ સમાધાન કરવું પડશે અને યુરોપે હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે”

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, “રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરો.” આ સાથે ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે, હવે તમારે એક સોદો કરવો પડશે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે શાંતિ કરાર કરવો પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “… ઝેલેન્સકીએ હવે યુદ્ધનો અંત લાવવા માટે કરાર કરવો પડશે, અને યુરોપે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે…”

ટ્રમ્પે એક દિવસ પહેલા પણ કહ્યું હતું કે તેઓ નથી ઇચ્છતા કે યુરોપિયન દેશો રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખે. યુરોપિયન દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની ટીકા કરતા ટ્રમ્પે કહ્યું કે લાદવામાં આવેલા પ્રતિબંધો એટલા અસરકારક નથી. ટ્રમ્પે યુક્રેન યુદ્ધ અંગેની તેમની જૂની ચિંતાઓ અને રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરારમાં મધ્યસ્થી કરવાની તેમની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું, “યુરોપ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, હું નથી ઇચ્છતો કે તેઓ તેલ ખરીદે – અને તેઓ જે પ્રતિબંધો લાદી રહ્યા છે તે પૂરતા કડક નથી. હું પ્રતિબંધો લાદવા તૈયાર છું, પરંતુ તેઓએ મારા પ્રતિબંધો અનુસાર તેમના પ્રતિબંધો કડક કરવા પડશે.”

તમને જણાવી દઈએ કે ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયન તેલ ખરીદવા પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે. ભારતે તેના પર લાદવામાં આવેલા ટેરિફને “અન્યાયી” ગણાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે, “કોઈપણ મોટી અર્થવ્યવસ્થાની જેમ, ભારત તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *