મહેસાણાના પાંચોટ ગામે કાર તળાવમાં ખાબકતા ૩ શિક્ષકોના મોત

મહેસાણા
મહેસાણા

મહેસાણાના પાંચોટ ખાતે એક કાર તળાવમાં ખાબકતાં નોકરીએ જતાં ત્રણ શિક્ષકનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ છે. કૂતરું વચ્ચે આવતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર તળાવમાં ખાબકી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાથી ત્રણ શિક્ષકો નિયમિતપણે નોકરીએ જઇ રહ્યાં હતાં ત્યારે વહેલી સવારે પાંચોટ પાસે કૂતરું વચ્ચે આવ્યું હતું. કૂતરાને બચાવવા જતાં કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તાની નજીક આવેલા તળાવમાં ખાબકી હતી, જેને કારણે ડૂબી જતાં કારમાં સવાર શિક્ષકોનાં મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી. જેસીબીની મદદથી કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.