મુડેઠાના ટોલ પ્લાઝા નજીક મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય; અકસ્માતનો ભય

મુડેઠાના ટોલ પ્લાઝા નજીક મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય; અકસ્માતનો ભય

મુડેઠા ટોલ પ્લાઝા દ્વારા મસ મોટો ચાર્જ વસૂલ કરવામાં આવે છે પણ સુવિધા શૂન્ય

ડીસા તાલુકાના મુડેઠા ટોલપ્લાઝા નજીક નેશનલ હાઈવે ૨૭ પર મસમોટા ખાડાઓ ૫ડતા અકસ્માત થવાની ભિતી સેવાઇ રહી છે. જેમાં નાના ટુ-વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ અવારનવાર અકસ્માતનો ભોગ બની રહી છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વાહનચાલકો પાસેથી ડબલ ટોલ વસૂલ કરવામાં આવે છે. પરંતુ ખાડાઓના કારણે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે પણ વાહનચાલકોને ખાડાઓ દેખાતા નથી દર ચોમાસામાં હાઈવે પર પડતા ખાડાઓને વારંવાર પુરવામાં આવતા હોય છે ૫રંતુ હલકી ગુણવત્તાને કારણે દર ચોમાસામાં ખાડા પડે છે અને થીંગડા મારવામાં આવે છે. અને ફરીથી ઉખડી જાય છે, જેના લીધે વાહનચાલકોને છાશવારે અડચણ ઉભી થાય છે અને નાના મોટા અકસ્માત થાય છે જેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પુરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

મુડેઠા ટોલ પ્લાઝા પર ફાસ્ટેક હોય તો મોટી ગાડીઓ પાસેથી મસમોટા પૈસા વસૂલ કરવામાં આવે છે. આ રીતે ટોલ પ્લાઝાના અલગ-અલગ ચાર્જ લેવામાં આવે છે. જેમાં નાની ગાડી હોય તો પણ વધુ રૂપિયા લેવામાં આવી રહ્યા છે તેમાં પણ જો ફાસ્ટેગ ન હોય તો તેનો ચાર્જ ડબલ વસુલાય છે તે રીતે હાઈવેની સર્વિસ આપવામાં આવતી નથી. આ સિવાય છેલ્લા કેટલાક સમયથી ખાડાઓનો નિકાલ કરવામાં આવતો નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *