૩૫ ઘરો પાણીમાં પરિવારજનોએ ઘર છોડી અન્ય સબંધીને ત્યાં આશરો લીધો; ભાભર તાલુકામાં વરસાદે વિનાશ વેર્યો છે. ત્યારે ચાત્રા ગામે જવા માટે રસ્તાઓ પર ૧ કિલોમીટર સુધી કેડ સમા પાણી ભરાયેલા છે. જેથી ચાર દિવસથી રસ્તાઓ બંધ છે. ગામની ચારે બાજુ પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે તેમજ ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોને ગામમાં આવવું મુશ્કેલ બન્યું છે.ગામના સોલંકી વાસ સહિત ૩૫ ધરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં ચાર દિવસથી આ પરિવારો બહાર સગા સબંધીને ત્યાં રહેવા મજબૂર બન્યો છે. વરસાદી પાણીના કારણે ઘરવખરી સહિત અન્ય વસ્તુઓ બગડી જતાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.આ બાબતે સરપંચ વશરામજી ઠાકોરે જણાવ્યું હતું કે ચાત્રા ગામમાં આવવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. હજુ સુધી ગામમાં કોઈ અધિકારી ફરક્યા નથી તેમજ અસર ગ્રસ્તો માટે તંત્ર દ્વારા હજી સુધી ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ ગામમાં ઉચોસણ રોડ પર પશુઓના મોત થયા છે પણ તેનો કોઈ નિકાલ ન થતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. સાથે ખેતરોમાં પાણી ભરાતાં ખેતી પાકને મોટું નુકશાન છે.
- September 11, 2025
0
80
Less than a minute
You can share this post!
editor

