ખેમાણા; દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.14.24 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોને દબોચી લેવાયા

ખેમાણા; દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.14.24 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોને દબોચી લેવાયા

પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસેથી એલસીબી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપી લઈ બે લોકોને દબોચી લીધા હતા. પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા ટોલનાકા હાઇવે રોડ પર એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન, ત્યાંથી અશોક લેલન ની પીકઅપ ગાડી નં.GJ-01-MT – 0574 પસાર થતા તેને રોકી તલાશી લેતાપીકઅપ ગાડીમાંથી રૂ.9.91 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની 912 બોટલો ઝડપાઇ હતી. પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી, મોબાઈલ સહિત કુલ રૂ.14.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગાડી ચાલક શાહરુખ શબ્બીરહુસેન મલેક રહે.જુહાપુરા, અમદાવાદ અને આદિલખાન મુનારખાન પઠાણ રહે.દાણીલીમડા, અમદાવાદને દબોચી લઈ આરોપીઓ સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *