ડીસામાં આશા અને ફેસિલિટેટર બહેનોએ વેતનમાં વધારો કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

ડીસામાં આશા અને ફેસિલિટેટર બહેનોએ વેતનમાં વધારો કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા સમગ્ર રાજ્યમા જિલ્લા કલેક્ટર, પ્રાંત ઓફિસર અને સિટી મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી ફેસિલિટેટર બહેનોના પગારમાં વધારો કરવાની અને તેમના માટે ટેબ્લેટ કે સ્માર્ટફોન આપવાની માંગ કરવામાં આવી છે.જેના ભાગ રૂપે આજે ડીસા નાયબ કલેકટરને પણ આવેદન આપી માંગ કરવામાં આવી હતી અને ​યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારે સંસદમાં જાહેરાત કરી હતી કે આશા વર્કર બહેનોને મળતા રૂ. 2,000 ના ઈન્સેન્ટિવમાં રૂ.1,500 નો વધારો કરીને તેને રૂ.3,500 કરવામાં આવશે. પણ આ વધારા અંગેનો સત્તાવાર સરકારી ઠરાવ હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી.

​આ જાહેરાતમાં આશા વર્કર બહેનોની દેખરેખ અને સુપરવિઝનનું મહત્વનું કામ કરતી ફેસિલિટેટર બહેનોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. યુનિયને જણાવ્યું કે ફેસિલિટેટર બહેનો આરોગ્ય વિભાગની કામગીરીમાં અતિ મહત્વની જવાબદારી નિભાવે છે. તેથી, તેમને પણ લઘુત્તમ વેતન જેટલો પગાર વધારો આપવામાં આવે અને આશા વર્કરોના વધારાના જીઆર સાથે જ ફેસિલિટેટર બહેનોના વધારાનો જીઆર પણ બહાર પાડવામાં આવે.

આ ઉપરાંત, યુનિયને સરકારને વિનંતી કરી છે કે મોટાભાગની કામગીરી હવે ડિજિટલ સ્વરૂપે મોકલવાની હોવાથી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને ટેબ્લેટ કે સક્ષમ મોબાઇલ ફોન પણ પૂરા પાડવામાં આવે, જેથી તેઓ પોતાની ફરજ વધુ સરળતાથી નિભાવી શકે. આ મામલે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગણી કરવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *