સાંતલપુરના વૌવા ગામે વરસાદી પાણીમાં ફસાયેલા ૨૭ લોકોનું SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયુ

સાંતલપુરના વૌવા ગામે વરસાદી પાણીમાં ફસાયેલા ૨૭ લોકોનું SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયુ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જે અંતર્ગત પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ,જિલ્લાવિકાસ અધિકારી સી.એલ.પટેલ, SDRFની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા રાહતની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ભારે વરસાદના કારણે ખાસ કરીને સાંતલપુર તાલુકાના વૌવા ગામે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા  SDRF ની ટીમ દ્વારા જ ૨૭ લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *