એનસીબી તપાસ વચ્ચે અર્જુન રામપાલ દેશ છોડી નાસી ગયાના સમાચારથી હડકંપ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલિવૂડના કેટલાક મોટા નામ આજકાલ એનસીબીની રડારમાં છે. પરંતુ તેની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે તપાર દરમિયાન અભિનેતા અર્જુન રામપાલ દેશ છોડીને નાસી ચૂક્યો છે. હાલમાં જ એનસીબીએ ૧૬ ડિસેમ્બરે અર્જુન રામપાલને ફરી એકવાર હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. પરંતુ અર્જુન એનસીબી સમક્ષ પૂછપરછ માટે હાજર થયો ન હતો. ત્યારે હવે તેને લઈને એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. આ સમન્સ પછી હવે અર્જુન રામપાલ એનસીબી સમક્ષ હાજર નથી થયો. ત્યારે તેણે પોતાના વકિલના માધ્યમથી ૨૨ ડિસેમ્બર સુધીના સમયની માગ કરી હતી.
પરંતુ મીડિયા રિપોટ્‌ર્સ મુજબ તેમની આવનારી ફિલ્મ નેલ પોલિશના પ્રમોશનનું કામ કરી રહેલી ટીમે જાણકારી આપી છે કે અર્જુન રામપાલ આજકાલ દેશની બહાર છે. તે પોતાના કોઈ કામને લઈને લંડન ચાલી ગયા છે. આ સમચારની વાત માનીએ તો અર્જુન રામપાલની થનારી મીડિયા સાથેની વાતચીતને પણ ટાળી દેવામાં આવી હતી. જણાવી દઈએ કે અર્જુન રામપાલની આ ફિલ્મ નેલ પોલિશ નવા વર્ષના પહેલા દિવસે ઓટીટી પર રિલીઝ થનારી છે.
એનસીબીની તપાસની વચ્ચે દેશ છોડીને જનારા ફિલ્મી સ્ટાર્સમાં અર્જુન રામપાલ પહેલો નથી. આ પહેલા અભિનેત્રી સપના પબ્બી પણ સમન્સ મળતાની સાથે જ લંડન ચાલી ગઈ હતી. પછી પાછળથી સોશિયલ મીડિયા ઉપર સપનાએ કહ્યું હતું કે તે એનસીબીને જાણકારી આપીને લંડન આવી છે. તમને જણાવી દઈએ હાલમાં ફરી એક વાર કરણ જાેહરને એનસીબીએ સમન્સ પાઠવ્યું છે. જેના પછી આ મામલો ફરી ઉચકાયો છે. આ મામલામાં બોલિવૂડના કેટલાક સ્ટાર્સ ઉપર દ્ગઝ્રમ્એ શિકંજાે કસ્યો છે. જેમાં કરણ જાેહર, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, સપના પબ્બી, અર્જુન રામપાલ, ભારતીસિંહ મુખ્ય છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.