કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલની પુત્રની માફી માગી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં રાજકીય વિધાનો કરતા સમયે ગમે તે બોલવાના થઇ રહેલા ચલણ સામે હવે બ્રેક આવે તેવા સંકેત છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના પુત્ર વિવેક ડોભાલની માફી માગવી પડી છે. જયરામ રમેશે ‘કારવાં’ મેગેઝીનમાં એક મુલાકાત સમયે અજીત ડોભાલના પુત્ર વિવેક ડોભાલ સામે જે વિધાનો કર્યા હતા તે બદલ વિવેક ડોભાલે તેમની સામે ફોજદારી માનહાનીનો કેસ દાખલ કર્યો હતો અને આ વિધાનો પૂરવાર કરવા અથવા માફી માગવા જણાવ્યું હતું. કારવાંના તંત્રી અને આ મુલાકાત લેનાર લેખક બંને સામે કેસ દાખલ કર્યો હતો. જયરામ રમેશે એવો આક્ષેપ કર્યો હતો કે વિવેક ડોભાલ કરચોરી માટે પ્રખ્યાત કેમરોન આઈસલેન્ડમાં કંપનીઓ ચલાવે છે અને હેજ ફંડ પણ ચલાવે છે. હવે જયરામ રમેશે એવું સ્વીકાર્યું કે તેઓએ ગુસ્સામાં આ વિધાનો કર્યા હતા અને તે બદલ તેઓ માફી માગે છે. જે સ્વીકારી લેવામાં આવી છે અને આ પ્રકરણ બંધ કરાયું છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.