ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજમાં MBBS ના અભ્યાસ અર્થે નવી બેચ ૨૦૨૫ ના અભ્યાસના ભાગરૂપે આવતા ફેમીલી એડોપ્શન પોગ્રામ અંતર્ગત જગાણા ગામનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ પ્રોગ્રામ બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના ચેરમેન પી .જે. ચૌધરિના સહયોગ થકી મેડીકલ કોલેજના કોમ્યુનીટી મેડીસીન ડીપાર્ટમેન્ટના હેડ ડૉ. પુષ્ટી વાછાણી અને એસોસિયેટ પ્રોફેસર ડૉ.નીતેશ પટેલના માર્ગદર્શન સાથે MSW ટીમના સભ્યો બેલાબેન પ્રજાપતિ, હીનાબેન પટેલ, કનુભાઈ કુણીયા, રોહિતભાઈ મકવાણા, અશોક ભાઈ ડાભી અને લક્ષ્મીબેન ચૌધરી દ્વારા કોલેજના દત્તક લીધેલ ગામ જગાણાના એક હજારથી પણ વધારે ફેમીલીનો સર્વે કરવામાં આવ્યો હતો.
દત્તક લીધેલા ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા પરિવારના સભ્યોની આરોગ્ય સ્થિતિ, ચાલી રહેલી દવાઓ, રસીકરણ, પોષણ અને નિયમિત ચકાસણીઓની વિગતો નોધવામાં આવશે. વિદ્યાર્થી દર મહિને તે પરિવારના ઘરે જઈ હોમ વિઝીટ કરશે. આરોગ્ય સ્થિતિમાં થયેલા ફેરફારો વિશે માહિતી એકત્રિત કરશે અને જરૂરી માર્ગદર્શન આપશે. પરિવારના સભ્યોને સ્વચ્છતા, પોષણ, વ્યસન નિવારણ તથા આરોગ્ય સેવાઓ અંગે સતત માર્ગદર્શન આપવામાં આવશે અને જરૂરિયાત મુજબ તેઓને બનાસ હોસ્પિટલ સાથે પણ જોડવામાં આવશે.
દત્તક લીધેલ ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક કચરાના ઘટાડા, પીવાનું શુદ્ધ પાણી, વૃક્ષારોપણ અને કચરાના વિજ્ઞાન આધારિત નિકાલ અંગે જાગૃતિ અપાશે. આથી ગામના સ્વાસ્થ્યમાં સુધારો આવશે જેવી બાબતોની ધ્યાન રાખવામાં આવનાર છે. કોમ્યુનીટી મેડીસીન ડીપાર્ટમેન્ટના ફેકલ્ટી સ્ટાફ તથા MSW ટીમના સહયોગથી હેલ્થ એજ્યુકેશન, હેલ્થ ચેક -અપ કેમ્પ, કુટુંબ કાઉન્સેલિંગ, બાળકો માટે પોષણ કાર્યક્રમો અને મહિલાઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ આપવા અને ગામના લોકોનું આરોગ્ય જ્ઞાન અને પર્યાવરણીય અભિગમ સુધારવાનો છે.

