રાજ્યમાં આરોગ્ય વિભાગ એક હજાર જેટલાં કોરોના વેક્સિનનાં કેન્દ્રો ઊભાં કરશે, 43 સ્થળે વેક્સિન રાખવાની વ્યવસ્થા કરાઈ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં કોરોના વાયરસની રસી માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં એક હજારથી વધુ રસી કેન્દ્ર ઉભા કરવાની તૈયારી આદરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યમાં 43 સ્થળોએ વેક્સિન રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોવિડ વેક્સિન ટ્રાયલ ચાલી રહી છે. કોરોનાની રસી આપવા માટે રાજ્યમાં 13 ડિસેમ્બર સુધી સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં આજદિન સુધી 50 વર્ષથી વધુ વયના 70 લાખ નાગરિકોનાં નામની નોંધણી થઈ છે. એ ઉપરાંત હજી આરોગ્ય વિભાગનો આ સરવે 23 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.

ભારત બાયો ટેક કંપની દ્વારા બનેલ કોરોના વેક્સિનની ટ્રાયલ વિશે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યુ કે અમદાવાદ ની સોલા સિવિલ હોસ્પિટલ ને ભારત બાયો ટેક કંપની માંથી બનેલ કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ ટ્રાયલ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં 500 વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા. સ્વંયભુ વેક્સિન ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્ણ પણે સ્વસ્થ વ્યક્તિઓ, યુવાનોને આ વેક્સિન ટ્રાયલની પ્રથમિક પ્રસંદગી કરવામાં આવી હતી. જેમાંથી 450 જેટલા વ્યક્તિઓને વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ 450 વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિને વેક્સિન ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી.

રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફત 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે એ રીતે સરવે ટીમ બનાવીને કામગીરી અધિકારીઓ દ્વારા શરૂ કરાઈ છે. અગાઉ આ ડેટા 17 ડિસેમ્બર સુધીમાં સરકારને મોકલી આપવાનો હતો, પણ હવે તે આગામી 23 ડિસેમ્બર સુધી આરોગ્ય વિભાગનો સરવે ચાલશે અને બાદમાં તેનો ડેટા સરકારને મોકલવામાં આવશે.

વેક્સિનેશન માટે રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા તથા કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી છે. આ આદેશને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તમામ અધિકારીઓ દ્વારા હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાતના અધિકારીઓ કેન્દ્રની ટીમ સાથે કો-ઓર્ડિનેશન કરીને સાથે મળીને કામ કરવામાં લાગી ગયા છે. હજી આગામી 23મી ડિસેમ્બર સુધી અધિકારીઓ દ્વારા સરવે કરીને વધુ નામો નોંધવા માટે કામગીરી હાથ ધરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.