કાર્ટેલની કૃત્રિમ તેજીની ભીંસમાં ગુજરાતના MSME સ્ટીલ એકમો

Business
Business

કાર્ટેલે રચેલી કૃત્રિમ તેજીના કારણે ગુજરાતના 300થી 350 સ્ટેનલેસ સ્ટીલના એમએસએમઈ ભીંસમાં આવી ગયા છે. સંખ્યાબંધ એકમોએ નવા પ્રોજેક્ટ થંભાવી દેવા ઉપરાંત બેન્કોની લોન્સ ભરવા માટે પ્રોડક્શન બંધ કરી ટ્રેડિંગમાં ઝંપલાવવાની નોબત આવી હોવાનું ઉદ્યોગ અગ્રણીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કૃત્રિમ કાર્ટેલના કારણે છેલ્લા 3 માસમાં કાચામાલોની કિંમત કીલોદીઠ રૂ. 130થી વધી રૂ. 185 આસપાસ બોલાઇ ગઇ છે.

સ્ટીલ માર્કેટમાં કોવિડ-19ના લીધે લાગુ લોકડાઉનને પગલે પણ માગ સામે સપ્લાય ઘટ્યો છે. જેથી સ્ટીલના રો મટિરિયલ્સના ભાવમાં અધધધ વધારો થયો છે. આ સેક્ટર એન્ટી ડમ્પિંગ ડ્યુટી, આયાત પ્રતિબંધો તેમજ કાઉન્ટરવેઇલિંગ ડ્યુટી જેવા અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. 16000 કિમી દરિયાઈ માર્ગ ધરાવતું ગુજરાત માસિક 70,000 ટન સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદન ક્ષમતામાં મોખરે છે. જે અંદાજિત 10,000થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. છેલ્લા એક દાયકામાં ભારતનુ સ્ટેનલેસ સ્ટીલ માર્કેટ 9 ટકાના દરે ગ્રોથ હાંસલ કરવા સાથે વિશ્વમાં બીજા નંબરનુ સૌથી મોટુ સ્ટેનલેસ સ્ટીલ માર્કેટ છે.

ભારત 54 લાખ ટન સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ભારતમાં 500થી વધુ એમએસએમઈ છે. જે સ્ટેઈનલેસ સ્ટીલ પાઈપ્સ અને ટ્યૂબ્સ બનાવે છે. આ ઉદ્યોગો મહિને રૂ. 1,000 કરોડથી વધુની આવક રળે છે અને બે લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. ભારતનો વાર્ષિક સ્ટેઈનલેસ સ્ટીલ વપરાશ 37 લાખ ટન જેટલો છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.