રાજય સરકાર દ્વારા વિકાસ લક્ષી કામો માટે કરોડો રૂપિયાની વિકાસ લક્ષી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે; કે.સી.પટેલ
પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી ગ્રાન્ટો માથી રોડ- રસ્તા ના કામો શરૂ કરવામાં આવ્યાં છે. ત્યારે રવિવારે ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી અને હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી. પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો સાથે પાલિકા ના નગર સેવકો ની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના શાહના પાડામાં મેઇન દરવાજેથી બ્રાહ્મણ વાળી શેરી તથા અન્ય શેરીમાં સીસી રોડનું કામ તેમજ હિંગળા ચાચર પાસેના બડવાવાડા મા ચિરાગભાઈ ખમાર ના ઘર થી લઈને કનુભાઈ નાયી ની દુકાન સુધી રિમિક્સ સીસી રોડના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
પાલિકા દ્વારા વિકાસ લક્ષી ગ્રાન્ટ પૈકી ઉપરોક્ત રોડના કામો પાછળ અંદાજીત રૂ.૨૭ લાખ નો ખચૅ થનાર હોવાનું પાલિકા સુત્રોએ જણાવ્યું હતું. પાટણ શહેરમાં રોડ રસ્તા ના વિકાસ લક્ષી કામો ના ખાતમુહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા કે. સી. પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા પાટણ નગરપાલિકા ને વિકાસ લક્ષી કામો માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે જેના કારણે પાટણ નગરપાલિકા ના પ્રમુખ સહિત તેમની ટીમ દ્વારા શહેરમાં અનેકવિધ વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના ઉપરોક્ત વિસ્તારમાં રોડ-રસ્તા ના કામો હાથ ધરાતા વિસ્તારના લોકો ને તેનો લાભ મળશે. તેઓએ પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત નગરસેવકો ને શહેરના વિકાસ કામો શુ વ્યવસ્થિત રહે કરવામાં આવે તેની પુરી તકેદારી રાખવા જણાવી શહેરના વિકાસ ને વેગવાન બનાવવા જણાવ્યું હતું.

