ડીસાની ચામુંડા સોસાયટીના રહીશોની નગરપાલિકામાં ઉગ્ર રજુઆત

ડીસાની ચામુંડા સોસાયટીના રહીશોની નગરપાલિકામાં ઉગ્ર રજુઆત

પાલિકા દ્વારા વેરા વસૂલાત છતાં છેલ્લા 10 વર્ષથી સાફસફાઈની વ્યવસ્થા નથી; ડીસા શહેરમાં સ્વચ્છતા અભિયાનને લઈને સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.જેના પગલે અભિયાનની કામગીરી અંતર્ગત ડીસા નગરપાલિકાને સમગ્ર ગુજરાતમાંથી છઠો ક્રમ મળ્યો છે પરંતુ પાલિકાએ અભિયાનની કામગીરી કાગળ પર સરકારમાં બતાવી હોય તેવું દેખાઈ રહ્યું છે. જેમાં આજે પાલિકાની સ્વચ્છતા અભિયાનની પોલ ખુલી જવા પામી છે. ડીસા વોર્ડ નં. 5 માં આવેલ ચામુંડા સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી પાલિકા દ્વારા સાફસફાઈ કરવામાં આવતી ન હોવાની રહીશોએ આજે પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજુઆત કરવામાં આવી છે જ્યારે ડોર ટુ ડોર કલેક્શનની ગાડી પણ ચામુંડા સોસાયટીમાં આવતી ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે અને જ્યારે ચામુંડા સોસાયટીમાં હિરાના કારખાનાં આવેલ છે.

જેમાં મોટા પ્રમાણમાં બેરોજગાર યુવાનો રોજગારી મેળવી રહ્યા છે પરંતુ સાફસફાઈના અભાવે હિરાના કારખાનાંમાં કામ કરતાં લોકો સહિત સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જ્યારે હમણાંથી પીવાના પાણીને લઈને પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે. જેને લઇને પણ સોસાયટીના રહીશો દ્વારા પાણી પુરવઠા વિભાગમાં રજુઆત કરવામાં આવી છે. પરંતુ ડીસા નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે કે બજાર વચ્ચે આવેલ ચામુંડા સોસાયટીને છેલ્લા 10 વર્ષથી વિકાસથી વંચિત કેમ રાખવામાં આવી છે? ચામુંડા સોસાયટીમાં હિરાના કારખાનાં માલિકો પાલિકા કચેરી ખાતે કોમિશયલ વેરો ભરતા હોવા છતાં સુવિધાઓ પાલિકા દ્વારા ઉપલબ્ધ ન કરાવી ખુલ્લેઆમ છેતરપિંડી આચરવામાં આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે તેવી સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસર સમક્ષ રજુઆત કરી માંગ કરી હતી કે ચામુંડા સોસાયટીમાં રેગ્યુલર સાફસફાઈ થાય અને રેગ્યુલર પાણીની વ્યવસ્થા કરવામાં આવે સાથે ડોર ટુ ડોર કલેક્શન કરતી કચરા ગાડી પણ રેગ્યુલર આવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *