હોરર ફિલ્મ ‘છોરી’ના શૂટિંગ દરમિયાન અચાનક સેટ પર જ રડવા લાગી નુસરત

ફિલ્મી દુનિયા

મુંબઈ,
‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ફિલ્મથી પ્રખ્યાત થયેલ અભિનેત્રી નુસરત ભરૂચા હાલમાં તેની આગામી હોરર ફિલ્મ ‘છોરી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. નુસરત આ ફિલ્મ દ્વારા એક નવી જ સ્ટાઈલમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૭ની સુપરહિટ મરાઠી ફિલ્મ ‘લાપાછાપી’ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં નુસરત સગર્ભા સ્ત્રીની ભૂમિકામાં જાેવા મળવાની છે. પરંતુ હાલમાં જ એક અજુગતા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મના શૂટિંગના સેટ પર કંઈક એવું બન્યું હતું કે નુસરત ભરૂચા કંટાળીને રડવા લાગી. એક રિપોર્ટ અનુસાર નુસરત એક ખૂબ જ હોરર સીનનું શૂટિંગ કરી રહી હતી. આ સીન કરતી વખતે નુસરત એટલી ભાવુક થઈ ગઈ કે ડાયરેક્ટરના કટ બોલ્યા પછી તે જાેરથી રડવા લાગી હતી. નુસરતને જાેઈને ફિલ્મના ડાયરેક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તે તેની હાલત વિશે પૂછવા નુસરત પાસે દોડી ગયો. નુસરતે આ વિશે જવાબ આપતાં કહ્યું કે ખબર નહીં સતત કામના થાકના લીધે કે પછી તેની લાગણીઓના કારણે પણ હું રડવાનું રોકી ન શકી. કહેવામાં આવી રહ્યું છે કે નુસરતે આ ફિલ્મ માટે ઘણી તૈયારીઓ કરી છે. થોડા દિવસો પહેલા તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘છોરી’ ની તૈયારી માટે તેણે વિવિધ ભાષાઓની સૌથી ભયાનક ફિલ્મો પણ જાેઈ હતી. નુસરત ભરૂચા સતત હિટ ફિલ્મો આપી રહી છે. વર્ષ ૨૦૧૯માં ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ આયુષ્માન ખુરાના સાથે રીલિઝ થઈ હતી અને દર્શકોએ તેને ખુબ સારી રીતે પસંદ કરી હતી. હાલમાં જ નુસરતની ફિલ્મ ‘છલાંગ’ ઓનલાઇન રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં નુસરતની વિરુદ્ધ રાજકુમાર રાવ હતો અને આ ફિલ્મને દર્શકોનો ઘણો સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો હતો.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.