ગત વર્ષે 7 કરોડની આવક સામે આ વખતે 09 કરોડનો ટાર્ગેટ; વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને લઇ બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા સુચારું આયોજન કરી 380 બસોને ભાદરવી પૂનમના મેળામાં એક્સ્ટ્રા બસો દોડાવી યાત્રિકોને માઁ અંબાના દર્શન કરાવી પરત તેમના નિયત સ્થળે લાવવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે જેને લઇ વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે તે જ રીતે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા જિલ્લા વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે પ્રકારે મુસાફરોને લાવવા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં ગત વર્ષે પાલનપુર ડિવિઝન દ્વારા 340 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેની સામે આ વખતે વધુ 40 મીની બસોનો વધારો કરી મેળામાં 380 બસો દોડાવી મેળામાં જતા પદયાત્રીઓને માઁ અંબાના દર્શન કર્યા બાદ તેમના નિયત સ્થળે પહોંચાડશે તેમજ કોઈ માઇ ભક્તને બસની મુસાફરી કરી માઁ અંબાના દર્શન કરવા હશે તો તેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગત વર્ષે એસટી વિભાગ દ્વારા 7 કરોડ જેટલી આવક મેળવવામાં આવી હતી. આ વખતે એસટી વિભાગ દ્વારા 8 થી 9 કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું ડી.ટી.ઓ. વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
રાજ્યના સાત ડેપો અમદાવાદ,ગાંધીનગર, સાબરકાંઠા,અરવલ્લી, મહેસાણા,પાટણ અને બનાસકાંઠા દ્વારા 900 બસો દોડાવવામાં આવશે. પાલનપુર વિભાગના સાત ડેપો પાલનપુર અંબાજી ડીસા થરાદ રાધનપુર દિયોદર સિદ્ધપુર પૈકી અંબાજી પાલનપુર ડીસા સિદ્ધપુર એમચાર ડેપો દ્વારા 380 બસો દોડાવશે..
10 બુથ બનાવાશે; અંબાજી ખાતે જુદા જુદા દસ બુથો ઉપરથી બસોનું સંચાલન કરાશે. જેમાં બુથ 1 અંબાજી જુના આરટીઓ નાકા પાસે, બુથ 2 અંબાજી જુના આરટીઓ નાકા પાસે, બુથ 3 જુના આરટીઓ નાકા ગબ્બર ત્રણ રસ્તા,બુથ 4 ગબ્બર તળેટી, બુથ 5 જી.એમ.ડી.સી. કોર્નર બુથ 6 જી.એમ.ડી.સી. મેદાન બુથ 7 જી.એમ.ડી.સી. મેદાન પાસે બુથ 8 જી.એમ.ડી.સી મેદાન પાસે બુથ 9 હોટલ આસોપાલવની બાજુમાં બુથ 10 રાવણ ટેકરી દાંતા ત્રણ રસ્તા
મહામેળા માટે એસ.ટી.નિગમની મહા તૈયારી; અંબાજી ભાદરવી મહા મેળામાં સાત દિવસ દરમિયાન એ ટી નિગમ દ્વારા 5500 એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ કરવામાં આવશે.24 × 7 મોનીટરીંગ અને 4000 હજાર સ્ટાફની ટીમ સાથે કામગીરી જોડાશે. નજીકના મુખ્ય સ્થળોથી અંબાજી આવવા સ્પેશ્યલ મીની બસોની વ્યવસ્થા કરાઈ છે મુસાફરોની સુવિધા માટે હંગામી શેડ પીવાનું પાણી માઇક એનાઉન્સમેન્ટ બેનર્સ અને જાહેર શૌચાલય પણ બનાવવામાં આવ્યાં છે.


