પાલનપુરમાંથી કોર્ટો અન્યત્ર ખસેડવા સામે વિરોધ ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ રેલી યોજી આપ્યું આવેદનપત્ર

પાલનપુરમાંથી કોર્ટો અન્યત્ર ખસેડવા સામે વિરોધ ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ રેલી યોજી આપ્યું આવેદનપત્ર

પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલી કોર્ટો જગાણા ખસેડવા ની તજવીજ સામે વિરોધ ઉઠ્યો છે. આજે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ પણ અદાલતોને જગાણા ખસેડવા સામે વિરોધ વ્યક્ત કરતા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. પાલનપુર ના જોરાવર પેલેસમાં જિલ્લા અદાલત સહિતની તમામ કોર્ટો આવેલી છે. જે કોર્ટોને પાલનપુરથી સાતેક કિલોમીટર દૂર જગાણા ગામમાં ખસેડવાની હિલચાલ હાથ ધરાઈ છે. ત્યારે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટો જગાણા ખસેડવાનો વિરોધ કરતો ઠરાવ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

દરમિયાન, આજે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ પણ રેલી યોજી હતી. જેમાં કોર્ટ જગાણા ખસેડવા સામે વિરોધ જતાવતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કોર્ટો જોરાવર પેલેસમાં જ રાખવાની માંગ કરવામાં આવી હોવાનું ગુજરાત ક્રાંતિકારી પાર્ટી બનાસકાંઠા જિલ્લાના મંત્રી ધીરજભાઈ સોની એ જણાવ્યું હતું. જોરાવર પેલેસમાં કોર્ટો સહિત 256 જેટલી સરકારી કચેરીઓ એક જ જગ્યાએ આવેલી છે. જેથી અરજદારોને સરળતા રહેતી હોઇ કોર્ટો અન્યત્ર ન ખસેડવાની માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *