રાજસ્થાનના અલવરમાં 4.2ની તીવ્રતાના ભૂકંપથી દિલ્હીમાં આંચકા અનુભવાયા, મણિપુરમાં પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું. આ ભૂકંપનું એપીસેન્ટર રાજસ્થાનના અલવરમાં રહ્યું હોવાનું જણાવાયું છે. ભૂકંપનો આ આંચકો રાતે 11.46 વાગ્યે અનુભવાયો હતો અને એનું કેન્દ્રબિંદુ ધરતીની સપાટીથી 5 કિમી નીચે રહ્યું હતું.

ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી. ભૂકંપના આંચકા ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને નોઈડામાં પણ અનુભવાયાની માહિતી સ્કાયમેટ વેધરે આપી હતી. ભૂકંપના આંચકા અનુભવાતાં થોડી સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહેતાં લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા.

આ અગાઉ 2 ડિસેમ્બરે પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 2.7 રહી હતી. ગાઝિયાબાદ જિલ્લામાં ભૂકંપની કેન્દ્રબિંદુ રહ્યું હતું. લોકડાઉન પછી અત્યારસુધીમાં દિલ્હી-એનસીઆરમાં 15થી વધુ વખત ધરતી ધ્રૂજી છે.

ભૂગર્ભ વિજ્ઞાનીઓના અનુસાર, ભૂકંપનું અસલી કારણ ટેક્ટોનિક પ્લેટોમાં થતી હલચલ હોય છે. આ ઉપરાંત ઉલ્કા પ્રભાવ અને જ્વાળામુખી વિસ્ફોટ, માઈન ટેસ્ટિંગ અને ન્યૂક્લિયર ટેસ્ટિંગને કારણે પણ ભૂકંપ આવે છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ સ્કેલ પર 2.0 કે 3.0ની તીવ્રતાનો ભૂકંપ હળવો ગણવામાં આવે છે, જ્યારે 6ની તીવ્રતાનો અર્થ શક્તિશાળી ભૂકંપ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.