ગણેશ મહોત્સવ : પીઓપીની જગ્યાએ ઈકો ફ્રેન્ડલી માટીની પ્રતિમાઓનો ક્રેઝ વધ્યો

ગણેશ મહોત્સવ : પીઓપીની જગ્યાએ ઈકો ફ્રેન્ડલી માટીની પ્રતિમાઓનો ક્રેઝ વધ્યો

બનાસકાંઠા જિલ્લામાં ગણેશ મહોત્સવને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ

૨૭ મી ઓગસ્ટે ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુથી પર્વની ધામધુમથી ઉજવણી કરવા માટે દ્વારા આયોજકો દ્વારા તેની તૈયારીઓ થઈ રહી છે. શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ અત્યારે જૈનોનું પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યુ છે. શ્રાવણ માસના વિવિધ તહેવારોની રંગેચંગે ઉજવણી કર્યા બાદ શ્રદ્ધાળુઓ ખાસ કરીને યુવાનો જેની ભારે ઉમળકાભેર રાહ જોઈ રહ્યા હતા તે ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેને લઈને હાઇવે ઉપર ઠેર ઠેર ગણપતિ બાપા ની પ્રતિમાઓનું વેચાણ થઇ રહ્યું છે. લોકોમાં આવી રહેલી જાગૃતિના પગલે પીઓપી મૂર્તિના બદલે માટીની મૂર્તિનો વધુ આગ્રહ રાખતા વેચાણ કરતાંઓને ત્યાં આ વર્ષે માટી ની મુર્તિઓ પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે આજ થી બે દિવસ સુધી મહોત્સવના આયોજકો દ્વારા વાજતે ગાજતે ગણપતિ બાપા ને લઈ જશે જેને લઈને ઠેર ઠેર ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજી ઉઠશે.

ગણપતિ બાપાની મોટી પ્રતિમા બનાવતા ૧૫ થી ૨૦ દિવસ લાગી જતાં હોય છે

આ અંગે ડીસા હાઈવે પર રહેલા મૂર્તિકાર ના જણાવ્યા પ્રમાણે બજારમાં રૂ.૫૦થી લઈને ૧૫  હજાર સુધીની ગણેશ પ્રતિમાઓ ઉપલબ્ધ છે. પીઓપી અને કલરના ભાવ વધ્યા છે. પીઓપીની ૮ ફુટ સુધીની પ્રતિમા બનાવવા પાછળ ૧૫ થી ૨૦ દિવસ લાગતા હોય છે આ  વર્ષે માટીની મૂર્તિઓનું પણ વધુ પ્રમાણમાં ક્રેઝ હોવાથી વિવિધ ડિઝાઇન વાળી જેવી કે માથે મુગટ હોય તેવી પ્રતિમા ઓ પણ બનાવવામાં આવી છે

જિલ્લામાં ગણેશ ચતુર્થી મહોત્સવના શ્રેષ્ઠ પંડાલોને લાખોની ઇનામી જાહેરાત

બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થનાર છે. સાંસ્કૃતિક વારસાના જતન માટે સરકાર તરફથી શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫નું આયોજન કર્યું છે જે અંતર્ગત શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રથમ ક્રમાંકને રૂ.૫ લાખ, દ્રિતીય ક્રમાંકને રૂ.૩ લાખ તથા તૃતીય ક્રમાંકને રૂ. ૧.૫૦ લાખ ઈનામ રૂપે રોકડ પુરસ્કાર અપાશે. આ સાથે અન્ય પાંચ પંડાલોને પણ રૂ.૧ લાખાનું પ્રોત્સાહક ઇનામ ની જાહેરાત કરી છે આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેના ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પાલનપુર ખાતે જમા કરાવવાના રહેશે.

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *