પૃથ્વી શૉને લઈને રિકી પોન્ટિંગે કરેલી ભવિષ્યવાણી એકદમ સાચી પડી

Sports
Sports

એડીલેટ,
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન કરેલી ભવિષ્યવાણી એકદમ સાચી પડી છે. પોન્ટિંગે ભારતના ઓપનર ખેલાડી પૃથ્વી શોની જે રીતે આઉટ થવાની ભવિષ્યવાણી તેવી જ રીતે તે આઉટ થયો હતો. શો આઉટ થયો તેની ગણતરીની સેકન્ડ પહેલા જ પોન્ટિંગે તેના તરફ ઈશારો કર્યો હતો. પોન્ટિંગની આ ભવિષ્યવાણીના બીજા જ બોલે પૃથ્વી શો બરાબર એ જ રીતે આઉટ થતા સૌકોઈ ચોંકી ઉઠ્યા હતાં. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની ગણતરી ક્રિકેટના મહાન ખેલાડીઓમાં થાય છે. તે બે વખત વિશ્વ કપ ચેમ્પિયન કેપ્ટન છે.
તેની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ દુનિયાભરમાં વિજય મેળવ્યા હતા. પોન્ટિંગ રમતનું પૃથક્કરણ કેટલી અદભુત રીતે કરે છે તેનો એક નજારો ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન જાેવા મળ્યો હતો. પોન્ટિંગે ભારતીય ઓપનિંગ બેટ્‌સમેન પૃથ્વી શોની સાથે ઘણા સમય વિતાવ્યો છે. પોન્ટિંગ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમનો કોચ રહી ચુક્યો છે અને શો પણ તે જ ટીમમાંથી રમે છે. પોન્ટિંગે શોના આઉટ થવાની ચોક્કસ ભવિષ્યવાણી કરી હતી. ભારતીય ઈનિંગની શરૂઆત થઈ ત્યારે રિકી પોન્ટિંગ કોમેન્ટ્રી કરી રહ્યો હતો. પોન્ટિંગે ઉલ્લેખ કર્યો હતો કે, શો અંદર જતા બોલને રમવામાં પરેશાની અનુભવે છે.
જાે શોની બેટિંગમાં કોઈ કમી છે તો તે અંદર આવતો બોલ છે. હંમેશા તે પેડ અને બેટ વચ્ચે વધુ ગેપ છોડી દે છે. ઓસ્ટ્રેલિયન બોલરોએ શોને અંદર આવતો બોલ કરવો જાેઈએ. મિશેલ સ્ટાર્કે બીજાે જ બોલ એવો ફેંક્યો. ઝડપી બોલર મિશેલ સ્ટાર્કનો બોલ ગુડ લેંથ પર ટપ્પો પડ્યા બાદ અંદર આવ્યો. શોએ ફૂટવર્ક વગર બોલને ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો. બોલ બેટમાં વાગીને મિડલ સ્ટમ્પમાં અથડાયો. શો આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. લોકોએ તેના પર ખુબ નિશાન સાધ્યુ છે. આમ રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી એકદમ સટીક સાબિત થઈ હતી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.