દુનિયાને વધુ એક ઝાટકો કોરોનાથી ત્રસ્ત, COVID-19ની રસી લીધા બાદ 2 લોકોની બગડી તબિયત.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આખી દુનિયામાં કોરોના વેક્સિનનો ટ્રાયલ ચાલી રહ્યો છે, જ્યાં કેટલીક વેક્સિન પોતાની અસર બતાવી રહી છે તો કેટલીક વેક્સિનની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે. હવે આ ક્રમમાં ફાઇઝરની વેક્સિનનું નામ પણ જોડાઈ ગયું છે. અમેરિકાના અલાસ્કા શહેરના બે લોકોએ જેવી ફાઇઝરની વેક્સિન લગાવી તેમની તબિયત થોડીક મિનિટોમાં જ ખરાબ થવા લાગી. આ બંને હેલ્થ કેયર વર્કર્સ છે અને એક જ હૉસ્પિટલમાં કામ કરે છે.

10 મિનિટની અંદર જ તબિયત બગડવા લાગી

પહેલી હેલ્થ વર્કર એક મહિલા છે, જેને પહેલાથી એલર્જીની કોઈ સમસ્યા નહોતી. વેક્સિન લેવાની 10 મિનિટની અંદર જ તેની તબિયત બગડવા લાગી. આ જાણકારી જૂનોના બાર્ટલેટ રિઝનલ હૉસ્પિટલના એક અધિકારીએ આપી. મહિલાના ચહેરા અને ગળા પર રૈશેઝ થઈ ગયા, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને હ્રદય ઝડપના ધબકારા વધવા લાગ્યા. હૉસ્પિટલના ઇમરજન્સી વિભાગના નિર્દેશક લિંડી જોન્સે કહ્યું કે, મહિલાને પહેલા એલર્જીની દવા એપિનેફ્રીનનો ડોઝ આપવામાં આવ્યો. તેના લક્ષણો ઓછા થઈ ગયા, પરંતુ થોડીક વાર બાદ ફરીથી ઉભર્યા.

આઈસીયૂમાં એડમિટ કરવા પડ્યા

ત્યારબાદ સ્ટેરોયડ અને એક એપિનેફ્રીન ડ્રિપ આપીને તેમની સારવાર કરવામાં આવી. જ્યારે ડૉક્ટરોએ કેટલાક સમય પછી, ડ્રિપ રોકવાનો પ્રયત્ન કર્યો તો લક્ષણ ફરીથી દેખાવા લાગ્યા ત્યારબાદ તેમને આઈસીયૂમાં એડમિટ કરવા પડ્યા. રાતભર દેખરેખમાં રાખ્યા બાદ બુધવાર સવારે તેમની ડ્રિપ હટાવી દેવામાં આવી. હૉસ્પિટલ અનુસાર બીજા હેલ્થ વર્કર્સને વેક્સિન લગાવવાની 10 મિનિટની અંદર જ આંખોમાં સોજા, ચક્કર આવવા, ગળામાં ખારાશ જેવી સમસ્યાઓ થવા લાગી. આ યુવકની સારવાર પણ એલર્જીની કેટલીક દવાઓથી કરવામાં આવી.

એલર્જી રિએક્શન થતુ હોય તો વેક્સિન લેવાથી બચવું

એક કલાક બાદ યુવકની હાલતમાં સુધારો થયો અને તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. બ્રિટનના મેડિકલ રેગ્યુલેટરનું કહેવું છે કે જે લોકોને અનફિલેક્સિસની સમસ્યા છે અથવા પછી ખાવાની કોઈ ખાસ ચીજોની એલર્જી થઈ જાય છે એ લોકોએ ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19 વેક્સિન ના લેવી જોઇએ. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, જે લોકોને પહેલા એલર્જી રિએક્શન થઈ ચુક્યું છે ફક્ત એ લોકોએ આ વેક્સિન લેવાથી બચવું જોઇએ. મધ્ય આયુ વર્ગના દર્દીઓમાં વેક્સિન લાગ્યા બાદ આ લક્ષણ દેખાયા પછી તેમની સારવાર એલર્જી ટ્રીટમેન્ટથી કરી શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.