વિશ્વમાં કોરોના બેકાબૂ: કેસ 7.39 કરોડ અને મોત 16.44 લાખને પાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દક્ષિણ કોરિયા, ઈટાલી સહિતના દેશોની હાલત અત્યંત ખરાબ

જર્મનીમાં ફરી લોકડાઉન

એક બાજુ ભારતમાં કોરોનાના કેસ અને મૃત્યુમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ દુનિયામાં કોરોનાનો કહેર યથાવત જ રહ્યો છે. વિશ્ર્વમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 7.39 કરોડને પાર પહોંચી ગઈ છે. મહામારીને કારણે અત્યાર સુધી 16.44 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. બીજી બાજુ અત્યાર સુધીમાં અંદાજે 5.19 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે.

ઈટાલીમાં ફરી એક વખત મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ સામે આવવાલાગ્યા છે. બુધવારે અહીં કોરોનાને કારણે 680 દર્દીઓના મોત થયા હતા તો 17,572 નવા કેસ સામે આવ્યા હતા. એક જ દિવસમાં ઈટાલીના 846 લોકોના મોત પણ નિપજ્યા હતા. આવી જ રીતે દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મહામારી શરૂ થયા બાદ પહેલી વખત માત્ર એક જ દિવસમાં 1078 લોકો સંક્રમિત થયા છે. બીજી બાજુ અહીં કુલ કેસ 45400 કેસ નોંધાઈ ચૂક્યા છે તો 612 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સતત વધી રહેલા કેસને કારણે જર્મનીએ ફરીથી લોકડાઉન લાગુ કરી દીધું છે. દુકાનો અને સ્કૂલોને ફરી બંધ કરી દેવાઈ છે. ક્રિસમસ પહેલાં દુકાનો અને સ્કૂલ બંધ કરવાની સાથે જ કાર્યક્રમોમાં એકત્ર થનારા લોકોની સંખ્યા માત્ર પાંચ કરી દેવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.