હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સ લિ. 2020માં 50 લાખ યુનિટ વેચાણના લક્ષ્ય પર પહોંચી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં પાવર પ્રોડક્ટ્સની અગ્રણી ઉત્પાદક હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સ લિમિટેડે (એચઆઇપીપી)એ દેશમાં તેના સંચાલનના 35 યશસ્વી વર્ષ પૂર્ણ કર્યા છે. આ યાદગાર સફર દરમિયાન એચઆઇપીપી ભારત અને વિદેશમાં 50 લાખથી વધુ ગ્રાહકો માટે સ્મિત લાવ્યું છે. કંપની પોતાના મહામૂલા ગ્રાહકો માટે “એમ્પાવર પીપલ, ટૂ ડુ બેટર”ના દ્રષ્ટિકોણને અનુરૂપ પ્રગતિમાં એક વિશ્વસનીય ભાગીદાર રહી છે.
એચઆઇપીપીએ ભારતમાં પોર્ટેબલ જનરેટર મોડલ ઇએમ650 (EM650) ના નામથી તેની પ્રથમ પ્રોડક્ટ લોંચ કરી હતી. આશરે 100 ડિલરશિપ્સના સામાન્ય નેટવર્ક સાથે કંપનીની શરૂઆત કર્યા બાદ પોર્ટેબલ વોટર પપ્મસ, જનરલ પર્પઝ એન્જિન્સ, પાવર ટીલર, બ્રશ કટર અને લૉન મુવર્સ જેવા વિશાળ પાવર પ્રોડક્ટ્સની વિસ્તૃત શ્રેણી લોંચ કરી 600 ચેનલ પાર્ટનરના દેશવ્યાપી નેટવર્કને સમર્થિત છે. 2003માં કુલ વેચાણ 10 લાખ યુનિટના આંકડાએ પહોંચ્યું હતુ. 2017માં 40 લાખના આંકડા પર પહોંચ્યા બાદ માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં એટલે કે વર્ષ 2020માં 50 લાખ યુનિટના વેચાણ લક્ષ્ય સુધી પહોંચી ગયુ. ભારતીય સ્થાનિક બજાર ઉપરાંત, યુએસએ, યુરોપ અને જાપાન જેવા અદ્યતન દેશો સહિત વિદેશોમાં લગભગ 50 જેટલા બજારોમાં એચઆઈપીપી પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે.
તાકાહીરો ઉએડા, સીએમડી, પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ, હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સ લિમિટેડે જણાવ્યું, “અમને અમારા ગ્રાહકો માટે 35 વર્ષની કટિબદ્ધ સેવાને પૂર્ણ કર્યાના સમાન વર્ષમાં જ 50 લાખના લક્ષ્યને પાર કરવા પર ગર્વ થઇ રહ્યો છે. અમારા મહામૂલા ગ્રાહકો દ્વારા અમારામાં દાખવાયેલો વિશ્વાસ અમને સતત નવીનતા અને યોગ્ય કિંમત પર ઉચ્ચત્તમ ગુણવત્તાના ઉત્પાદનો પ્રદાન કરવા માટે પ્રેરિત કરે છે. આ એક અવિશ્વસનીય યાત્રા રહી છે અને અમે અમારા ગ્રાહકો માટે બેજોડ મૂલ્ય આપનારી નવીનતમ ટેક્નોલોજીની રજૂઆત કરતા રહીશું.”
એચઆઇપીપી 1985માં ભારતીય બજારમાં પ્રવેશ કરનારી પ્રથમ જાપાનીઝ સંસ્થાઓ પૈકી એક છે અને આ પ્રકારે ભારત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવામાં ફાળો આપે છે. પોતાની સ્થાપના બાદથી કંપની પાવર બેકઅપ, કૃષિ અને બાંધકામ ક્ષેત્રે ભારતભરમાં તેના ગ્રાહકોને નવીન, પર્યાવરણમિત્ર અને શ્રેણીમાં શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરી રહી છે.
એક જાગૃત કોર્પોરેટના રૂપમાં કંપનીએ સામુદાયિક વિકાસ કાર્યક્રમોમાં ભાગ લીધો છે અને તેના ગ્રેટર નોએડા ફેક્ટરીમાં રોજગારની તકો પેદા કરવામાં મદદ કરી છે. એચઆઇપીપીએ ભારતના વિવિધ પ્રદેશોમાં નિયમિતપણે આપત્તિ રાહત કામગીરીને ટેકો આપ્યો છે, જેમાં તાજેતરમાં કોવિડ-19 મહામારી સામે લડવા માટે સહાય આપવાનો પણ સમાવેશ થાય છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.