ડીસાના કંસારી નજીક ઇકો અને રીક્ષા ટકરાતાં બેના મોત, ૩ ઘવાયેલા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા પંથકમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. ઇકો અને રીક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયુ હતુ. આ સાથે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા. આ તરફ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસાના કંસારી નજીક ઇકો અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના રોબસ મોટી ગામના જયરાજસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ વાઘેલા, સોનલબેન, દિવ્યાબેન અને શૈલેષભાઇ સહિતના અનિલભાઇ રાવળની રીક્ષામાં ડીસાથી રોબસ મોટી જતાં હતા. આ તરફ કંસારીથી બાઇવાડા હાઇવે રોડ ઉપર સામેથી આવતી ઇકોએ જોરથી ટક્કર મારતાં રીક્ષા પલટી મારી ગઇ હતી. જેમાં જયરાજસિંહને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયુ હતુ.

ઇકો કારની ટક્કરે રીક્ષા પલટી મારી જતાં અંદર બેઠેલાં અન્ય વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. જેથી તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગજેન્દ્રસિંહને હાથે ફ્રેકચર અને રીક્ષા ચાલક અનિલભાઇ, સોનલબેન, દિવ્યાબેન અને શૈલેષભાઇને ઇજાઓ પહોંચતાં ડીસા દવાખાને લઇ જવાયા હતા. આ તરફ અકસ્માત સર્જી ઇકોચાલક ફરાર થઇ ગયો હોઇ તેની સામે સોનસીંગ વાઘેલાએ ફરીયાદ નોંધાવી છે. ડીસા રૂરલ પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગઇકાલે સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતુ. આ તરફ પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત બાદ ઇકો કારમાં આગ લાગી હોવાની વિગતો સામે આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.