ધારપુર હોસ્પિટલના તબીબોએ 6 વર્ષના બાળકને ટીટેનસ (ધનુર) ની જીવલેણ બીમારીમાંથી બચાવ્યો

ધારપુર હોસ્પિટલના તબીબોએ 6 વર્ષના બાળકને ટીટેનસ (ધનુર) ની જીવલેણ બીમારીમાંથી બચાવ્યો

ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિત સ્ટાફ પરિવાર નો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો

GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર, પાટણમાં ટીટેનસ (ધનુર) જેવી ગંભીર અને જીવલેણ બીમારી મા સપડાયેલા 6 વષૅના માસુમ ને ફરજ પરના તબીબોએ ઉતમ પ્રકારની સારવાર આપી નવજીવન બક્ષ્યું હોવાનું જાણવા મળ્યું છે.પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં રહેતા 6 વર્ષના રવિ રાજૂજી ઠાકોર નામના બાળકને ધનુર ની અસર થતાં તેને પરિવારજનો પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા જયાં ફરજ પરના તબીબો એ માસુમ ને 18 દિવસ સુધી PICU (Pediatric Intensive Care Unit)માં રાખીને ઉત્તમ પ્રકારની સારવાર આપી નવી જિંદગી આપવામાં આવતા પરિવારજનોએ ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિત સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગત તા. 18 જુલાઈ ના રોજ બાળકને ઊંડા ઘા બાદ ટીટેનસ (ધનુર)ના લક્ષણો જણાઈ આવ્યા હતા. જેમાં તીવ્ર શરીર ખીંચાવ, મસલ્સમાં કડકાઈ, ઊંચો તાવ અને અસહ્ય પીડા જેવી તકલીફો જોવા મળતી હતી. તાત્કાલિક સ્થિતિને સમજીને GMERS પાટણની પીડિયાટ્રિક વિભાગના વડા ડો નેહા શર્મા તેમજ વિભાગના ડોક્ટર્સ દ્વારા તેને PICUમાં દાખલ કરીને ઓક્સિજન સપોર્ટ, ટીટેનસ (ધનુર) ઇમ્યુનોગ્લોબ્યુલિન, એન્ટીબાયોટિક્સ, મસલ રીલેક્સન્ટ અને અન્ય તમામ જરૂરી સપોર્ટિવ સારવાર શરૂ કરાઈ હતી.દરમિયાન અનેક દિવસો સુધી દરદીની સ્થિતિ અસ્થિર રહેતા અને તબીબો દ્વારા સતત મોનીટરીંગ, સારવારમાં યોગ્ય ફેરફાર અને પરિવારજનોના સહકારને કારણે ધીરે ધીરે બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો. આખરે 7 ઑગસ્ટ 2025ના રોજ  બાળક સંપૂર્ણ સ્વસ્થ બનતા અને તેને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાતા માસુમ ના પરિવારજનોએ ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોની સફળતા પૂવૅકની સારવાર સાથે GMERS પાટણના પીડિયાટ્રિક વિભાગના વડા ડો. નેહા શર્મા તેમજ વિભાગના ડોક્ટર્સ, PICU ટીમ, નર્સિંગ સ્ટાફ તેમજ સમગ્ર તબીબી અને ટેકનિકલ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *