રાજસ્થાનના 8 જિલ્લામાં કોલ્ડવેવનું અલર્ટ, MPમાં 2 દિવસ પછી રાત્રિનું તાપમાન 4-5 ડીગ્રી વધુ ઘટશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અડધો ડિસેમ્બર વીત્યા બાદ મેદાનીય વિસ્તારોમાં ઠંડીમાં તીવ્ર વધારો થયો છે. રાજસ્થાનના 8 જિલ્લામાં આગામી દિવસમાં કોલ્ડવેવનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મધ્યપ્રદેશમાં રાતે વધુ ઠંડી પડશે. બિહારના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ગુજરાતમાં 17થી 19 ડિસેમ્બરની વચ્ચે ઠંડીમાં વધારો થઈ શકે છે.

રાજ્યમાં મંગળવારે રાત્રે અચાનક શરૂ થયેલા ઠંડા પવનોને પગલે તાપમાનનો પારો માત્ર 3 કલાકમાં 5 ડીગ્રી ગગડ્યો હતો. જયપુર સહિત 11 શહેરમાં રાત્રિનું તાપમાન 10 ડીગ્રીથી નીચે નોંધાયું છે. હવામાન વિભાગે 8 જિલ્લા માટે કોલ્ડવેવનું યલો અલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરીય પવનોની અસરને કારણે શ્રીગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરુ, સીકર, ઝુંઝુનુ, અલવર અને ભરતપુરમાં 18 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ ચાલુ રહેશે. એનાથી આગામી 3-4 દિવસમાં ઠંડી વધશે.

બુધવારે સવારે ભોપાલમાં ધુમ્મસ છવાયેલું રહ્યું હતુ. મંગળવારે સવારે 5.30થી સવારે 11.30 વાગ્યા સુધી 6 કલાક ધુમ્મસની અસર જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન વિઝિબિલિટી ઘટીને 100 મીટર થઈ ગઈ. બે દિવસ પછી રાત્રે તાપમાનમાં 4થી 5 ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ઇન્દોરમાં 11 ડિસેમ્બરથી સતત વાદળછાયું વાતાવરણ રહેલું છે.

કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષાને કારણે મેદાનીય વિસ્તારોમાં ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. ઝારખંડમાં ડિસેમ્બરમાં ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો અને પારો 2 ડીગ્રી ગગડીને 13.4 પર આવી ગયો હતો. છેલ્લાં 5 વર્ષમાં પ્રથમ વખત અને 15 વર્ષમાં માત્ર 2 વાર જ ડિસેમ્બરના પહેલા 15 દિવસમાં આટલી ઠંડી પડી છે. રાંચીમાં 15 ડિસેમ્બર પછી જ તાપમાન 15 ડીગ્રીથી નીચે ગયું છે.

હિમાચલના લાહૌલ સ્પીતી જિલ્લામાં ગત દિવસોમાં ભારે હિમવર્ષા થઈ હતી. હવે શિમલામાં તાપમાન સતત ઘટી આવી રહ્યું છે. મંગળવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ 14 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં, બરફ પડવાથી તાપમાનમાં વધુ ઘટાડો થશે.

કમોસમી વરસાદને કારણે છેલ્લા 4 દિવસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટ્યું છે. ઉત્તર-પૂર્વોત્તર પવનને કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાત સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે 17 થી 19 ડિસેમ્બરની વચ્ચે ઠંડી વધી શકે છે.

પટના સહિત રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં બુધવારે હળવા વરસાદની સંભાવના છે. તેનાથી ઠંડી વધશે. રાતના તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. બીજી બાજુ ઉત્તર બિહારની હિમાલયની તળેટીવાળા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલુ રહેશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.