મોટી સંખ્યામાં નાગરિકો તિરંગા યાત્રમાં જોડાયા; ઊંઝા શહેરના જીમખાના મેદાન ખાતેથી ઊંઝા શહેર તાલુકા ભાજપ દ્રારા ભવ્ય તિરંગા પદયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત નાગરિકો જોડાયા હતા. ભારત માતાકી જય, વંદે માતરમ્ નારોઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઊંઝા જીમખાના મેદાન ખાતેથી નીકળેલ રેલી મહિલા કોલેજ સરદાર ચોક ગાંધીચોક રમણવાડી રામબાગ થઈ પરત ફરી હતી. માર્ગમાં ભારત માતાકી જય, વંદે માતરમ્ જેવા ગગનચુંબી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ત્રિરંગા રેલીમાં ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળ, તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિધાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
- August 11, 2025
0
192
Less than a minute
You can share this post!
editor

