વિધાનસભાની ચૂંટણી પહેલા મમતાએ પોતાના જ પગ પર માર્યો કુહાડો, BJP પાડી દેશે ખેલ!!!

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં યોજાનાવી વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકારણ બરાબરનું ગરમાયું છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય પર થયેલા જીવલેણ હુમલા બાદ ભાજપે આજે ચૂંટણી પંચ સમક્ષ રાજ્યની સ્થિતિને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને પગલા ભરવાની માંગણી કરી છે. ભાજપે રાજ્યમાં થતી રાજનૈતિક હિંસા વિરૂદ્ધ પગલા ભરવાની માંગણી કરી છે. ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરનારા નેતાઓમાં ભાજપના ધારાસભ્ય સભ્યસાચી દત્તાએ કહ્યું છે કે, બંગાળની સ્થિતિ તો કાશ્મીર કરતા પણ વધારે કથળી છે. ભાજપા તરફથી બંગાળની કાનૂની વ્યવસ્થા, રાજ્યમાં થઈ રહેલી હિંસક રાજનીતિને લઈને બે પાનાની વિસ્તાર પૂર્વકની માહિતી સોંપી છે. તેમાં તેમણે ઘણાં મુદ્દાઓ ઉઠાવ્યા છે.

જેપી નડ્ડાના કાફલા પર હુમલો નીંદનીય છે. બંગાળની પોલિસ નિષ્પક્ષ તપાસ નથી કરતી. પોલિસ ટીએમસી કાર્યકર્તાની રીતે કામ કરી રહી છે. રાજ્યમાં સુરક્ષાની દૃષ્ટિએ અર્ધસૈનિકબળોની નિમણૂંક કરવામાં આવે. રાજ્ય સરકારના કર્મચારી આપસમાં બેસીને ટીએમસીને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે. આ સ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં કેવી રીતે નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય? બંગાળમાં જેમ બને તેમ ઝડપથી આચારસંહિતા લાગુ કરવામાં આવે. બીજેપીની ફરિયાદ બાદ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં આવી ગયું છે.

17 ડિસેમ્બરે ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશ્નર સુદીપ જૈન પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરીને ત્યાંની સ્થિતિ વિશે તાગ મેળવશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો થયો હતો અને ગાડીઓ ઉપર પત્થરો વરસાવાયા હતા. આ ઉપરાંત ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની ગાડી ઉપર પણ પત્થરો ફેંક્યા જેમાં તેમને ઈજા પણ થઈ. આ ઘટના પછી ભાજપે મમતા સરકાર પરના હુમલાઓ વધારે આકરા બનાવી દીધા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.