દિલ્હીમાં ખેડૂત આંદોલન સ્થળે રેપીડ એકશન ફોર્સ તૈનાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હવે સમાધાન માટે ભાગ્યે જ કોઇ મુદ્દાઓ રહ્યા છે અને તેમ છતા સરકારે હજુ પણ તેનું મન ખુલ્લુ હોવાનું અને ખેડૂતો સાથે વાટાઘાટ માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. સરકાર જો કે નવા કૃષિ કાનૂન પરત લેવાના મૂડમાં નથી. પણ ખેડૂત સંગઠનોને શક્ય તેટલો સંતોષ આપવા તૈયાર છે. સરકારના એક બાદ એક મંત્રીઓ આ અંગે ખાતરી આપી રહ્યા છે જેમાં આજે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરી બંનેએ ખેડૂતોને સરકાર સાથે વાટાઘાટના ટેબલ પર આવવા અને આંદોલન સમેટાય જાય તે માટે અપીલ કરી છે.

સાથોસાથ ખેડૂતોએ જે રીતે આંદોલનને વધુ ઉગ્ર બનાવવા અને વિસ્તારવા માટે ચિમકી આપી છે તે જોતા સિંધુ બોર્ડર પર રેપીડ એકશન ફોર્સ અને વધુ અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. સરકાર આંદોલનના કારણે દિલ્હીમાં કોઇ મુશ્કેલી ઉભી થાય કે લોકોને રોજબરોજની કામગીરીમાં વિક્ષેપ ઉભો થાય તેવું ઇચ્છતી નથી. દિલ્હીમાં આવતા શાકભાજી, ફળો બંને નિયમિત મળતા રહે તે સરકાર જોવા માગે છે જેથી દિલ્હીની સપ્લાય લાઈન અટકે નહીં.

બીજી તરફ ખેડૂત નેતા હરપાલસિંહ ચીમાએ આક્ષેપ કર્યો છે કે ખેડૂત આંદોલનને તોડી પાડવા માટે કેપ્ટન અમરિન્દરસિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના ઇશારે બોલી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર જો આંદોલનને તોડવાનો પ્રયત્ન કરશે તો તેના ખરાબ પરિણામો ભોગવવા પડશે તે પણ નિશ્ર્ચિત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.