ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો રક્ષાબંધન નો તહેવાર આવતીકાલે ઉજવાશે જેને લડીસા સહિત બનાસકાંઠા જિલ્લાની વિવિધ બજારોમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. દર વર્ષે રક્ષાબંધનનું પર્વ શ્રાવણી પૂર્ણિમાના રોજ ઉજવાય છે. જેને લઇ શનિવાર ના દિવસે શ્રાવણી પૂર્ણિમા થા આ દિવસે રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વની ઉજવણી કરશે શાસ્ત્રોકત પ્રમાણે ૯ ઓગસ્ટ ને શનિવારના આખો દિવસ રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે ગ્રામીણ વિસ્તારોમાં પણ રક્ષાબંધનનું પર્વ બળેવ તરીકે મનાવવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારોના ધાર્મિક રીતરીવાજ મુજબ રક્ષાબંધનના દિવસે વિવિધ પૂજન અર્ચન કરવામાં આવે છે.
બજારમાં પણ 10 થી 15 ટકાનો ભાવ વધારો; રક્ષાબંધન પર્વ ને લઇ બજારો માં પણ અવનવી રાખડીઓ જોવા મળી રહી છે પરંતુ આ વર્ષ રાખડીની બજારોમાં પણ ૧૫ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત રક્ષાબંધન નિમિત્તે મીઠાઈ ચોકલેટ સહિતની અન્ય વસ્તુઓની પણ મોટા પાયે ખરીદી થતી હોય છે જેમાં પણ ભાવ વધારો થયો છે.

