વિશ્વભરમાં Gmail- YouTube ડાઉન, સાઈન-ઈનમાં પ્રોબ્લેમ, યુઝર્સ અકળાયા

Business
Business

વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ પૈકીની એક ગુગલની અનેક સેવાઓ ડાઉન થઈ ગઈ છે. મોટાભાગે આ સમસ્યા જીમેલ, ગુગલ ડ્રાઈવ અને યુટ્યુબ પર આવી રહી છે. તેને લીધે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ગુગલની વિવિધ સેવાઓ કે જેમાં જીમેઈલ, યુટ્યુબ, અને ગુગલ સર્ચને લઈ યુઝર્સ માટે સેવા ખોરવાઈ ગઈ છે. ડાઉનડિટેક્ટરે આઉટેજની પૃષ્ટી કરી છે. યુટ્યુબમાં એક્સેસને લઈ સમસ્યા આવી રહી હોવાની યુઝર્સ તરફથી આશરે 9,000 જેટલા કેસ ડાઉનડિટેક્ટરમાં જોવા મળી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ જીમેઈલ અને યુટ્યુબની છે.

વિશ્વભરમાં જીમેલના આશરે 180 કરોડથી વધારે યુઝર્સ છે. તેમની પાસે 2020માં ઈમેલ સર્વિસનો 43 ટકા બજાર હિસ્સો છે. જ્યારે 27 ટકા લોકો ફોનથી ઈમેલ કરે છે. ઈમેલના એક્સેસ માટે 75 ટકાથી વધારે લોકો ફોનનો ઉપયોગ કરે છે. વર્ષ 2020માં દરરોજ 306.4 બિલિયન ઈમેલ મોકલે છે અને પ્રાપ્ત કરે છે.

સાંજે આશરે 5:20 વાગે ગુગલની જીમેઈલ સેવા અને હેંગહાઉટ સહિત અનેક સેવાઓ પર એરર પેજ દેખાવા લાગ્યુ છે. યુટ્યુબ પર પણ આ જ સ્થિતિ જોવા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.